• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • પાછોતરા વરસાદે વિનાશ વેર્યો / ખેડૂતોના મોઢે આવેલો કોળ્યો છિનવાયો ! કપાસ અને મગફળી સહિતના તૈયાર પાકને અતિભારેે નુકસાન

પાછોતરા વરસાદે વિનાશ વેર્યો / ખેડૂતોના મોઢે આવેલો કોળ્યો છિનવાયો ! કપાસ અને મગફળી સહિતના તૈયાર પાકને અતિભારેે નુકસાન

09:25 PM October 20, 2024 Admin Share on WhatsApp

Gujarat Rains News : ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી છે, જામનગર, અમરેલી, વલસાડ, જુનાગઢ, આણંદ અને નવસારી સહિતના વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે.



Gujarat Rains : રાજ્યમાં ચોમાસાની વિદાયની વાતો વચ્ચે આવેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછલા વરસાદે ખેડૂતોની દયનીય હાલત કરી દીધી છે. આ વાતની સાક્ષી પુરતા દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદથી પશુઓનો ઘાસચારો પણ છીનવાયો છે. વરસાદથી ખેડૂતોના ખેતરોમાંથી જાણે નદી વહેતી હોય તેવો વીડિયો સામે આવ્યા છે. એટલું જ નહીં વરસાદથી ખેતર તરબોળ થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે.

► જામનગર જિલ્લાના ખેડૂતોની દિવાળી બગડી

રાજ્યમાં આવેલ વરસાદને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોની દિવાળી બગડી હોય તેવી સ્થિતિ સામે આવી છે. આ સાથે માવઠાને લઈને કપાસ, મગફળી, અને કઠોળના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળ્યો છીનવાયો છે. આ તરફ મગફળીના પથારા પલળી જતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું હોવાથી સરકાર તાત્કાલિક સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે.

ખેડૂતોને નુકસાન , rains in gujarat damages prepared crops including cotton and groundnut , Gujarat Rains News : ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી છે, જામનગર, અમરેલી, વલસાડ, જુનાગઢ, આણંદ અને નવસારી સહિતના વિસ્તારોમાં તારાજી

► અમરેલીના બાબરા પંથકમાં ખેડૂતોને નુકસાન

પાછલા વરસાદને લઈ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. સતત વરસાદી માહોલથી પશુઓનો ઘાસચારો પણ છીનવાયો છે. વરસાદના લીધે ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક ધોવાયો છે. વરસાદથી ખેડૂતોની અવદશાનો વીડિયો સામે આવ્યો છે. આ સાથે મગફળીના પથારા વરસાદી પાણીમાં તરબોળ થયા છે. આ દ્રશ્યોથી ખેડૂતોની નુકસાનીનું અનુમાન લગાવી શકાય છે.

► વલસાડમાં વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતોએ રાતાપાણીએ રોવાના દિવસો આવ્યા છે. ખેતરોમાં કપાયેલો પાક પલળી ગયોતો તૈયાર થયેલો પાક આડો પડી જતા ખેડૂતોને નુકસાન થયું છે. આ સાથે જીલ્લાના વાપી અને પારડી તાલુકામાં ભારે નુકસાન થયું છે. આ તરફ ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનું સર્વે શરૂ કરાયું અને જિલ્લામાં સર્વેની કામગીરીમાં 16 ટીમો જોતરાઈ છે.

► જુનાગઢમાં વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા

જુનાગઢ જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. કેશોદના મેસવાણ ગામ ખેડૂતોએ કરેલ આગોતરા વાવેતરમાં વરસાદ પડતા પાકને નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયું છે. આ સાથે પશુઓનો ચારો પણ નિષ્ફળ ગયો છે. જેને લઈ હવે સરકાર વહેલી તકે સહાય કરે તેવી માંગ કરાઇ છે.

► આણંદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આણંદ જિલ્લામાં મોડી સાંજે ગાજ વીજ અને પવન સાથે વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. મહત્વનું છે કે, જતા જતા વરસાદ આફત બની વરસતા હવે ખેડૂતો ની દિવાળી બગડશે. ગાજ વીજ પવન સાથે વરસાદ વરસતા ડાંગર નો પાક જમીન ધ્વસ્ત થયો છે. વરસાદ વરસતા હવે ડાંગરનો પાક ઘર સુધી પહોંચાડવો અશક્ય છે. નોંધનિય છે કે, ખેડૂતોની દિવાળી ડાંગરના પાક પર નિર્ભર હોય છે. હવે ડાંગરનો પાક જ ન બચ્યો તો દિવાળી કેમની કરવી તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

► નવસારીમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું

રાજ્યમાં પાછલા વરસાદથી નવસારીમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. વાંસદા તાલુકામાં ડાંગરનો પાક લેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે . કાપણી સમયે જ વરસાદ વરસતા ઉભો ડાંગરનો પાક ધોવાયો છે. આ તરફ તૈયાર થયેલો કોળિયો મોઢેથી છીનવાયો હોવાની ખેડૂતોમાં લાગણી છે. આ સાથે હવે પંથકમાં સરકાર સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી જગતના તાતની માંગ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ખેડૂતોને નુકસાન , rains in gujarat damages prepared crops including cotton and groundnut , Gujarat Rains News : ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી છે, જામનગર, અમરેલી, વલસાડ, જુનાગઢ, આણંદ અને નવસારી સહિતના વિસ્તારોમાં તારાજી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us