• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • "ગુજરાતમાં AAPનું કવરેજ ન કરવા ચેનલના માલિકોને ભાજપ આપે છે ધમકી" કેજરીવાલે ભાજપ પર કર્યા પ્રહાર...

"ગુજરાતમાં AAPનું કવરેજ ન કરવા ચેનલના માલિકોને ભાજપ આપે છે ધમકી" કેજરીવાલે ભાજપ પર કર્યા પ્રહાર...

08:58 PM September 18, 2022 Admin Share on WhatsApp



ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પક્ષો જનતાનો મત જીતવા માટે મેદાને ઉતરી ચૂક્યા છે. સત્તાપક્ષ પર આક્ષેપોની વણજાર કરી રહી છે. ત્યારે સુરતથી ગુજરાતમાં પ્રવેશ મેળવનારી આમ આદમી પાર્ટીએ પણ સત્તાપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આજે આમ આદમી પાર્ટીની પ્રથમ નેશનલ પીપલ્સ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિ સંમેલનમાં 20 રાજ્યોના 1500થી વધુ જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી રાક્ષસોને મારવાનું કામ કરી રહી છે. AAPના લોકો અત્યંત પ્રમાણિક છે. વિશ્વમાં મોહલ્લા ક્લિનિક્સની ચર્ચા થઈ રહી છે.

►"અમાનતુલ્લા ખાનને ખોટા કેસમાં ફસાવ્યા"

અરવિંદ કેજરીવાલે અમાનતુલ્લા ખાન પર થયેલી કાર્યવાહીને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમાનતુલ્લાહ બાદ હવે મનીષ સિસોદિયા અને કૈલાશ ગેહલોતને પણ પકડવાની તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રથમ રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો કે મોદી સરકાર પાર્ટીના મંત્રીઓ અને નેતાઓને ભ્રષ્ટાચારના ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ભાજપ AAPની વધતી લોકપ્રિયતાને પચાવી શકતી નથી.

►"AAPનું કવરેજ ન કરવા ગુજરાતના મીડિયાને ભાજપની ધમકી"

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાના નામે AAPને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તેઓને ગુજરાતની ચૂંટણીમાં હારનો સતત ડર છે. વધુમાં કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPના વધતા પ્રભાવથી ભાજપ એટલો સ્તબ્ધ થઈ ગયો છે કે વડાપ્રધાનના સલાહકાર હિરેન જોશીએ અનેક ટીવી ચેનલોના માલિકો અને તેમના તંત્રીઓને ગુજરાતમાં AAPના કવરેજ ન કરવા ચેતવણી આપી છે. તેમજ મીડિયાના પ્રતિનિધીને પણ AAPની સ્ટોરી ન કરવા ધમકી આપવામાં આવી છે.

►"ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસના અંત માટે AAPનો જન્મ"

તો બીજી તરફ કેજરીવાલે કહ્યુ હતું કે, "ભગવાન કૃષ્ણને રાક્ષસોનો અંત કરવા માટે મોકલવામાં આવ્યા હતા, તેમ ભગવાને AAPને ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીનો અંત લાવવા અને બંધારણ અને દેશના રાક્ષસોથી બચાવવા માટે મોકલ્યા છે". આપણે સૌ સાથે મળીને આવા રાક્ષસી ત્તત્વો સામે લડાઈ લડવાની છે.

►"AAPના કાર્યકર્તાઓ હિંમતવાન અને સહનશીલ બને"

કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “ભારતે 25 નવેમ્બર, 1949ના રોજ બંધારણ અપનાવ્યું અને પછીના 60 વર્ષમાં આ લોકોએ દેશને તબાહ કરી નાખ્યો છે. અને 2012માં સરકાર અને દેશને બચાવવા માટે AAPની રચના કરવામાં આવી. આ કોઈ સંયોગ નથી… ભગવાને અમને જવાબદારી સોંપી છે અને તમારામાંના દરેકે તેને નિભાવવાનું છે અને વિકાસ માટે કામ કરવાનું છે." “મેં ભારતની આઝાદીની લડાઈ જોઈ નથી… પરંતુ આપણા ધારાસભ્યો વિપક્ષો સાથે કેવી રીતે લડી રહ્યા છે તે આઝાદીની લડાઈ જેવી છે, 25-25 કરોડ રૂપિયાની ઓફર ફગાવી રહ્યા છે, CBI અને EDનો સામનો કરી રહ્યા છે, તે નાની વાત નથી… તેઓ બધાને જેલમાં નાખવા માંગે છે… તમે બધાએ 3-4 મહિના જેલમાં જવા માટે તૈયાર રહેવું જોઈએ... તેઓ કંઈ કરી શકશે નહીં... જેલ એટલી ખરાબ નથી... અમે ત્યાં 15 દિવસ જેલમાં રહ્યા છીએ... જો તમામની અંદર આવી હિંમત આવી જાય તો સત્તાપક્ષ આપણું કંઈ જ નહીં બગાડી શકે.."

►અમારું મુખ્ય ધ્યેય ભારતને નંબર 1 બનાવવાનું: કેજરીવાલ

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, અમારું મુખ્ય ધ્યેય ભારતને નંબર 1 બનાવવાનું છે અને આ માટે, આપણે ચાર ક્ષેત્રો પર કામ કરવાનું છે - શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલાઓ અને છોકરીઓને સમાન તકો, વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને ખેડૂતો માટે સુવિધાઓ. 75 વર્ષ પહેલા, બધાએ ભેગા થઈને અંગ્રેજોને બહાર કાઢ્યા હતા...હવે, આપણે બધાએ આપણા દેશને નંબર 1 બનાવવા માટે સાથે આવવું પડશે. અમે એક મિસ્ડ કોલ નંબર લોન્ચ કર્યો છે, અમારી સાથે જોડાઓ અને ભારતને નંબર 1 બનાવવા માટે તેને શહેર અને દેશમાં ફેલાવો. આજે, અમારી પાસે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,446 પ્રતિનિધિઓ છે... તેમાં ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયત સભ્યો વગેરેનો સમાવેશ થાય છે,"આગામી દિવસોમાં આ સંખ્યા વધે તેવા કર્યો કરવાના છે...

kejarival - gujarat election - gujju news channel - gujjunewschannel - aam aadmi party - ગુજરાત ન્યુઝ - gujarat news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us