• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • આ ત્રણ ખેલાડી લેશે રવિન્દ્ર જાડેજાનું સ્થાન, ભારતની T20 વર્લ્ડ કપની ટીમમાં થઈ શકે છે સામેલ...

આ ત્રણ ખેલાડી લેશે રવિન્દ્ર જાડેજાનું સ્થાન, ભારતની T20 વર્લ્ડ કપની ટીમમાં થઈ શકે છે સામેલ...

03:38 PM September 10, 2022 Admin Share on WhatsApp



INDIAN CRICKET NEWS:  T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા તમામ ખેલાડીઓ એડીચોટુનું જોર લગાવી રહ્યા છે. એવામાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે. અને ભૂતકાળમાં તેની સર્જરી પણ કરાવી છે. ત્યારે તે આ વર્ષે ક્રિકેટના મેદાનથી થોડુ અંતર બનાવી રાખશે. જેથી જાડેજા ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબરથી યોજાનારી વર્લ્ડ T20માં રમી શકશે નહીં. એવામાં આઈસીસી ઈવેન્ટ પહેલા જાડેજાના રિપ્લેસમેન્ટને શોધવાની સુવર્ણ તક સર્જાઈ છે. અને તે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાંથી ખેલાડીની પસંદગી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં મેનેજમેન્ટ રવિન્દ્ર જાડેજાના સ્થાને કોને તક આપશે તેનો સીધો ખ્યાલ મળશે.

►અક્ષર પટેલ લેશે જાડેજાની જગ્યા? 

અક્ષર પટેલને એશિયા કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જાડેજા જેવી સમાન ક્ષમતાઓથી અક્ષર સંભવીત રીતે પહેલી પસંદગી બને છે. ડાબા હાથથી બેટિંગ કરનાર અક્ષર પટેલ મોટી બાઉન્ડરી મારવાની ક્ષમતા ધરાવે છે. અને સાથે જ તે સારો લેફટ આર્મ બોલર પણ છે. તેને એશિયા કપમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. અક્ષર 2015 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો, ત્યાર બાદ તે હવે 7 વર્ષ પછી ફરી વર્લ્ડ કપ માટે પોતાનો દાવો કરી રહ્યો છે. એવામાં અક્ષરે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં સારો દેખાવ કરવો  જરૂરી બની રહેશે.

►વોશિંગ્ટન સુંદર પણ છે રેસમાં!

આ ખેલાડી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેનું કારણ ખરાબ તેનું પર્ફોર્મન્સ જ નથી પરંતુ તેની ઘણી અપ્રિય ઘટનાઓ છે. જેમ કે તે વધારે સમય ઘાયલ રહે છે અથવા તો ક્યારેક તે બીમાર પડી જાય છે.  તે ટીમ સાથે ઝિમ્બાબ્વે જવાનો હતો, પરંતુ રોયલ લંડન વન ડે કપમાં ફરીથી ઈજાગ્રસ્ત થતા તેને ગેમ છોડવી પડી હતી. જો સુંદર ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં પુનરાગમન કરે છે તો તે પાવરપ્લેમાં વિકેટ લઈ શકે છે. તેમજ નીચલા બેટિંગ ક્રમમાં રન બનાવી શકે છે. 

►શાહબાઝ અહેમદ ઓલરાઉન્ડરની ભૂમિકામાં ઉતરશે!  

બંગાળ તરફથી રમતા આ હરિયાણવી ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને પણ ઝિમ્બાબ્વે પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. તે યુવાન છે અને ભારતીય ટીમમાં લાંબો સમય રમી શકે છે. બોલિંગ અને બેટિંગમાં ઘણી વેરાયટી આપે છે. IPLમાં પણ વિરાટની ટીમ માટે તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. માટે તેનું નામ પણ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં જાડેજાના સ્થાને સામેલ કરવામાં ચર્ચાઈ રહ્યું છે..

Gujarati news – sports news – સ્પોર્ટસ ન્યુઝ – ગુજરાતી ન્યુઝ – gujju news – સ્પોર્ટઝ news - GUJJU NEWS CHANNEL 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us