• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • શું ભવિષ્યમાં ડ્રોન વડે યુદ્ધ લડવામાં આવશે? ઘરમાં ઘુસીને કોઈપણ કરી જશે એટેક..!!!

શું ભવિષ્યમાં ડ્રોન વડે યુદ્ધ લડવામાં આવશે? ઘરમાં ઘુસીને કોઈપણ કરી જશે એટેક..!!!

05:29 PM June 04, 2022 admin Share on WhatsApp



યુક્રેનમાં રશિયન દળોને આગળ વધતા રોકવામાં ડ્રોન આર્મ્સની મહત્વની ભૂમિકા છે. કોઈપણ દેશની સુરક્ષા માટે ડ્રોન  અને રોબોટ્સ અગત્યનુ હથિયાર બનશે. ડ્રોન ક્ષેત્રે ભારત પણ વિશ્વ સાથે માંડી રહ્યુ છે ડગલા.

ફેબ્રુઆરીમાં, રશિયન દળોએ યુક્રેન પર આક્રમણ કર્યુ અને તેનો વિશાળ કાફલો યુક્રેનની રાજધાની પર કબજો કરવા માટે આગળ વધી રહ્યો હતો. ત્યારે કીવમાં હુમલાનો સામનો કરવા સૈનિકો તૈયારી કરી રહ્યા હતા. રશિયાની સેનાસંરક્ષણ ક્ષેત્રે ફાઈટર જેટ, ટેન્ક, બખ્તરબંધ વાહનો અને શસ્ત્રોના ઉત્પાદનની દ્રષ્ટિએ યુક્રેનિયન સેના કરતા ઘણી મોટી છે, પરંતુ થોડા અઠવાડિયામાં સ્પષ્ટ થઈ ગયું કે રશિયન સેના આગળ વધી રહી નથી. અને તે કીવ પર કબજો કરવામાં નિષ્ફળ બની છે. યુક્રેને રશિયન સેનાની આક્રમકતાને રોકવા માટે શક્તિશાળી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હતુ અને તેને તેમાં સફળતા પણ મળી રહી હતી.

રશિયન સૈનિકોને ટ્રેનોમાં લાંબી ઠંડી રાત પસાર કરવાની ફરજ પડી હતી. પોતાને ગરમ રાખવા માટે, તેઓએ ટ્રેનો અને ટેન્કોના એન્જિન ચાલુ રાખવા પડ્યા. યુક્રેનિયન ડ્રોને આનો ફાયદો ઉઠાવ્યો, અને વાહનોના એન્જિનની ગરમીથી તેમના ઠેકાણાનો અંદાજ લગાવીને રાત્રિના અંધારામાં તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ.યુદ્ધના મેદાનમાં ડ્રોન્સના વધતા જતા ઉપયોગથી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું એવો સમય આવશે જ્યારે યુદ્ધ ડ્રોનથી લડવામાં આવશે?

વિશ્વમાં હવે કોઈપણ યુદ્ધ થશે તો તે ખુબ જ વિનાશકારી બનશે કારણ કે અધ્યત્ન ટેક્નોલૉજીથી સજ્જ દુનિયાના દેશો સતત નવા યુદ્ધના ઉપકરણો બનાવી રહ્યા છે જેને લીધે માનવરહિત ડ્રોન અને રોબોટનો આશરો લેવામાં આવી રહ્યો છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ તાકાત કરતા બુદ્ધી અને પૂર્વ આયોજનથી યુક્રેને ભરપુર લડાઈ આપી છે. ભારતે પણ ડ્રોનનો ઉપયોગ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન કર્યો હતો.. માટે હવે આર્મીના જવાનોની સુરક્ષા કરવા માટે ડ્રોન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. અને ભવિષ્યમાં ડ્રોન એક હથિયાર તરીકે જરૂર ઉપયોગમાં લેવાશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

  • 06-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us