• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • શક્તિપીઠ અંબાજીમાં 1 કિલો સોનાનું ગુપ્તદાન: ભક્ત મંદિરમાં ગુપ્ત રીતે 100 ગ્રામનાં સોનાનાં 10 બિસ્કિટ્સ દાનપેટીમાં મૂકી ગયો

શક્તિપીઠ અંબાજીમાં 1 કિલો સોનાનું ગુપ્તદાન: ભક્ત મંદિરમાં ગુપ્ત રીતે 100 ગ્રામનાં સોનાનાં 10 બિસ્કિટ્સ દાનપેટીમાં મૂકી ગયો

10:13 PM September 03, 2024 gujjunewschannel.in Share on WhatsApp



શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે. secret donation of one kg gold in Shaktipeeth Ambaji Temple તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે, ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલા એક કિલો સોનાનાં બિસ્કિટ્સ ગુપ્તદાન સ્વરૂપે મંદિરના ભંડારમાં આપ્યાં છે. 

 અંબાજી શક્તિપીઠ મંદીરમાં 1 કિલો સોનાનું ગુપ્ત દાન  secret donation of one kg gold in Shaktipeeth Ambaji Temple

► અંબાજી મંદિરના ભંડારમાં એક કિલો સોનું આવ્યું

એક ભક્ત દ્વારા સોનાનાં 10 અલગ અલગ બિસ્કિટ્સ આપવામાં આવ્યાં હતાં, જે ભંડારમાં દાનમાંથી નીકળ્યા છે. અંબાજી મંદિરના ભંડારમાંથી ચૂંદડીમાં પેક કરેલાં 10 અલગ અલગ બિસ્કિટ્સ મળ્યાં છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરીને સોનાનાં બિસ્કિટ્સને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યાં છે. 100 ગ્રામનાં અલગ અલગ 10 બિસ્કિટ્સ એક ચૂંદડીમાં પેક કરીને ભંડારમાં ભક્તે ચડાવ્યાં હતાં. બિસ્કિટ્સની અંદાજિત કિંમત 70થી 75 લાખની છે, જે દાન સ્વરૂપે અંબાજી મંદિરમાં આવ્યું છે. દર મંગળવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવે છે. ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવાય છે.

 અંબાજી શક્તિપીઠ મંદીરમાં 1 કિલો સોનાનું ગુપ્ત દાન  secret donation of one kg gold in Shaktipeeth Ambaji Temple

► દાતાએ પોતાની ઓળખને ગુપ્ત રાખી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. ત્યારે એક દાતાએ 70થી 75 લાખ કિંમતનાં એક કિલો સોનાનાં 10 બિસ્કિટ્સનું દાન કર્યું છે. દાતાએ પોતાની ઓળખને ગુપ્ત રાખી છે. માતાજીનાં દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us