• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં પાંચમો મેડલ, રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ

Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં પાંચમો મેડલ, રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ

10:03 PM August 31, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Paris Paralympic 2024 : ભારતે પેરિસ પેરાલિમ્પિક 2024 માં 5મો મેડલ જીત્યો છે. ઇવેન્ટના બીજા દિવસે ભારતના ખાતામાં ચાર મેડલ આવ્યા હતા. હવે ત્રીજા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ એસએચ1 ઇવેન્ટમાં ભારત માટે રૂબીના ફ્રાન્સિસે કાંસ્ય મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ઇરાનની સારેહ જાવનમર્દીએ ગોલ્ડ જ્યારે તુર્કીની આયસેલ ઓઝગાને રજત મેડલ જીત્યો.

Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં પાંચમો મેડલ, રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ , india-wins-5th-medal-at-paris-paralympics-2024-rubina-francis-wins-bronze-medal-for-india-in-10m-air-pistol-sh1-event

► ભારતનો આ શૂટિંગમાં ચોથો મેડલ

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનો આ શૂટિંગમાં ચોથો મેડલ છે. અવની લેખરા અને મોના અગ્રવાલે 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં મેડલ જીત્યો હતો. અવનીએ ગોલ્ડ જ્યારે મોનાએ કાંસ્ય મેડલ જીત્યો હતો. પુરુષોની પિસ્તોલ શૂટિંગમાં મનીષ નરવાલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. બીજી તરફ, ભારતને એક મેડલ એથ્લેટિક્સમાં મળ્યો હતો. પ્રીતિ પાલે 100 મીટર રેસમાં કાંસ્ય મેડલ જીત્યો હતો.

► 211.1ના સ્કોર સાથે કાંસ્ય મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

પેરાલિમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત ભારતને પિસ્તોલ શૂટિંગમાં મેડલ મળ્યો છે. રૂબીના ફ્રાન્સિસે 211.1ના સ્કોર સાથે કાંસ્ય મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. રૂબીના ફ્રાન્સિસે સાતમા સ્થાને રહીને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (એસએચ1) ફાઇનલ માટે ક્વાલિફાય કર્યું હતું. 25 વર્ષીય રૂબીના ક્વાલિફિકેશન રાઉન્ડના મોટાભાગના હિસ્સામાં ટોચના આઠ શૂટર્સથી પાછળ રહી હતી, પરંતુ અંતે ઝડપ દર્શાવીને મેડલની દોડમાં પહોંચી. મધ્યપ્રદેશની આ શૂટર ત્રણ વર્ષ પહેલાં ટોક્યો પેરાલિમ્પિકના ક્વાલિફાઇંગ રાઉન્ડમાં પણ સાતમા સ્થાને રહી હતી અને પછી ફાઇનલમાં પણ સાતમા સ્થાને રહી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં પાંચમો મેડલ, રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ , india-wins-5th-medal-at-paris-paralympics-2024-rubina-francis-wins-bronze-medal-for-india-in-10m-air-pistol-sh1-event



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us