• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • શિવમય ગાય માતા આપમેળે દૂધ આપી રહી છે ! જોવા માટે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા…

શિવમય ગાય માતા આપમેળે દૂધ આપી રહી છે ! જોવા માટે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા…

05:40 PM August 16, 2022 Admin Share on WhatsApp



નખત્રાણા તાલુકાના ભડલી ગામે એક ગાય જાણે ભગવાન શિવની શ્રાવણ માસમાં પૂજા કરવા આવતી હોય એમ મંદિર સન્મુખ દરરોજ આપમેળે દૂધની ધારા વહાવી રહી છે. પ્રવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી ગાય રોજ સવારે મંદિર સામે આવી દૂધની ધારા કરે છે. આ દુધને મંદિરના પૂજારી એક પાત્રમાં ઝીલી શિવલિંગ પર અભિષેક કરી દે છે.

ભોળાનાથની આરાધના કરવા ગાય આવતી હોવાની લોકોની માન્યતા
શ્રધ્ધારૂપી આ ઘટનાથી ગામના ભાવિકો અચરજ સાથે ગાયની ભક્તિ જોવા ઉમટી રહ્યા છે. ભડલીના પૌરાણિક ભીડભંજન શિવ મંદિર ખાતે આ વિરલ ઘટના ઘટી રહી છે. લોકો પણ હવે આ ગાય ભોળાનાથની આરાધના કરવા આવતી હોવાનું માંની રહ્યા છે.

વીડિયો જોવા અહીં ક્લિક કરો...

શ્રાવણ માસની શરૂઆતથી જ ગાય દૂધની ધારા વહાવે છે
આ વિશે ભડલી ગામના આગેવાન જાયેંદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ વખતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગાય કોઇજ દોરીસંચાર વિના સીધી શિવ મંદિર સંકુલમાં આવી મંદિર સન્મુખ ઉભી રહી જાય છે અને આપમેળે દૂધની ધારા વહાવે છે. વિરલ કહી શકાય એવી આ ઘટના પ્રતિદિન ચાલુ રહેતા હવે મંદિરના પૂજારી ગાયના આંચળ નીચે પાત્ર રાખી દૂધને ભરી લે છે અને બાદમાં મંદિર અંદર શિવલિંગ પર અભિષેક કરે છે.

આ ક્રિયામાં લોકો ખલેલ ના પહોંચાડે તે રીતે વ્યવસ્થા કરાઈ
મંદિરમાં અનશન વ્રતપર બેઠેલા રવીગીરી બાવાજી અને સેવક ખીમજી ભગત, પ્રેમસંગ સોઢા, ગુલામ મકવાણા સહિતના ભાવિકો આ ક્રિયામાં લોકો દ્વારા ખલેલ ના પડે તે રીતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ ગાયને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે.

nakhtrana cow milk - shiv temple - cow-automatically-streams-milk-outside-the-mythical-shiva-temple-in-bhadli-nakhtrana -gujju news channel - gujju samachar - top news in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us