• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Blackmail: શારીરિક સંબંધ નહીં બાંધુ તો મારો મિત્ર ફોટોઝ વાઇરલ કરી દેશે, મારે આપઘાત કરવો પડશે-વડોદરાની વિદ્યાર્થિનીની આપવીતી...

Blackmail: શારીરિક સંબંધ નહીં બાંધુ તો મારો મિત્ર ફોટોઝ વાઇરલ કરી દેશે, મારે આપઘાત કરવો પડશે-વડોદરાની વિદ્યાર્થિનીની આપવીતી...

05:24 PM August 16, 2022 Admin Share on WhatsApp



►અભયમે છટકું ગોઠવીને યુવાનને ગાર્ડનમાં બોલાવી ઝડપી પાડ્યો

►યુવાનના મોબાઇલ ફોનમાંથી ફોટો, રેકોર્ડિંગ ડિલિટ કરાવ્યું

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયાના પર થયેલી મિત્રતાએ વિદ્યાર્થિનીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ બ્લેકમેઇલ કરીને વિદ્યાર્થિનીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. છેવટે વિદ્યાર્થિનીએ 181 અભયમ ટીમની મદદ લીધી હતી. અભયમની ટીમે ગાર્ડનમાં બોલાવીને યુવાનને ઝડપી પાડ્યો હતો અને કિશોરીને ચિંતામુક્ત કરી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમે યુવાનના મોબાઇલમાંથી વિદ્યાર્થિની સાથેના ફોટો તેમજ કોલ રેકોર્ડિંગ ડિલિટ કરાવી દીધા હતા અને યુવાનના માતા-પિતાને બોલાવીને માફીપત્ર લખાવી લીધો હતો.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી રાધા (નામ બદલ્યું છે) ધોરણ-11માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર કારેલીબાગમાં રહેતા જતીન (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઇ હતી. ઈન્સ્ટાગ્રામ દ્વારા સામાન્ય વાતચીત ગાઢ મિત્રતામાં ફેરવાઇ હતી. લાંબા સમય સુધી ચાલેલી મિત્રતા દરમિયાન જતીને રાધા સાથે ફોટો પાડી લીધા હતા. આ ઉપરાંત ફોન પર જે કોઇ વાતચીત થાય એનું રેકોર્ડિંગ પોતાના મોબાઇલ ફોનમાં કરી રાખ્યું હતું. રાધા આ બાબતથી અજાણ હતી.

►શારીરિક સંબંધની માગ કરતાં વિદ્યાર્થિનીએ સંબંધ કાપી નાખ્યા
સમય જતાં જતીને રાધાને મેસેજ કરીને શારીરિક સંબંધ માટે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. તેની દાનત ખરાબ હોવાનું જણાઇ આવતાં અને અવારનવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતાં વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જેથી રોષે ભરાયેલા જતીને રાધાને જણાવ્યું હતું કે આજે સાંજે 5 વાગે મળવા નહીં આવે તો વાંધાજનક ફોટો તેમજ આપણી થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા અને તારા પરિવારને મોકલી આપીશ, એવી ધમકી આપી હતી.

►મારી ભૂલ થઈ ગઈ કે મેં તેની સાથે ફોટા પડાવ્યા
દરમિયાન જતીનની ધમકીથી ગભરાઇ ગયેલી વિદ્યાર્થિનીએ અભયમનો સંપર્ક સાધ્યો હતો. 181 ટીમને ક્રિષ્ણાએ રડમસ અવાજે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે મારો મિત્ર જતીન મારા ફોટો અને રેકોર્ડિંગ વાઇરલ કરશે તો મારે આપઘાત કરવો પડશે અને મારા પરિવારની બદનામી થશે. મારી ભૂલ થઈ કે મેં તેની સાથે ફોટા પડાવ્યા હતા, પરંતુ તેની સાથે શારીરિક સંબંધ રાખવા માગતી નથી. આ મુશ્કેલીમાં મદદરૂપ બનવા વિનંતી કરી હતી.

►કિશોરીએ મિત્રને ગાર્ડનમાં મળવા બોલાવ્યો
અભયમ ટીમે રાધાને તેના મિત્ર જતીનથી છુટકારો અપાવવા માટે રાધાની મદદ લઇ છટકું ગોઠવ્યું હતું. અભયમ ટીમે રાધાને જણાવ્યું, જતીન સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરાવીને દીપિકા ગાર્ડનમાં મળવા બોલાવ. અભયમ ટીમની સૂચના મુજબ રાધાએ જતીનને ગાર્ડનમાં બોલાવ્યો હતો અને તે આવતાં રાધાને ગાર્ડનમાં મોકલી. જતીન સાથે વાતચીત કરવામાં વ્યસ્ત રહેવા જણાવ્યું હતું. દરમિયાન વોચમાં ગોઠવાયેલી અભયમ ટીમે મોકો જોઈને જતીનને ઝડપી પાડ્યો હતો.

►મારી જિંદગી બરબાદ થઈ જશે
અભયમ દ્વારા જતીને જણાવ્યું હતું કે મિત્ર બનીને શારીરિક સંબંધ માટે દબાણ કરવું અને ફોટો વાઇરલ કરવા એ ગુનો બને છે, તેને સજા થશે. જોકે રાધાએ અભયમ ટીમને વિનંતી કરી કે મારે આગળ કોઈ જ કાર્યવાહી કરવી નથી. મારા પરિવારને જાણ થશે તો મારો અભ્યાસ છોડાવી દેશે. મારું જીવન બગડી જશે, જેથી અભયમ ટીમે અમિતના મોબાઇલ ફોન અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરીને તમામ અશ્લીલ ફોટા, કોલ મેસેજ, ચેટ તમામ તેના પરિવારને બતાવી ડિલિટ કરાવ્યું હતું. જતીન તથા તેના પરિવારને હવે પછી રાધાની કોઇપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવી એવી કડક સૂચના આપી હતી.

►અભયમ ટીમે યુવાનને કાયદાનું ભાન કરાવ્યું
અભયમ ટીમ દ્વારા આપવામાં આવેલી કડક સૂચના બાદ જતીને પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઇ હેરાનગતિ નહીં કરું. એવી લેખિત ખાતરી આપતાં રાધાની ઈચ્છા મુજબ સમાધાન કરાવવામાં આવ્યું હતું. અભયમ ટીમે જતીનને સૂચના આપવા સાથે રાધાને પણ ઠપકો આપતાં જણાવ્યું હતું કે હવે પછી મિત્રતા રાખવામાં કાળજી લેવી. ક્યારેક નિર્દોષ મિત્રતા ગંભીર પરિણામ પણ લાવી શકે છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે, જેનો વિચાર્યા વગરનો ઉપયોગ ભવિષ્યમાં હાનિકારક સાબિત થઇ શકે છે...

gujarat news - top news of the day - latest news - vadodara news - ahmedabad news - gujju news channel - gujju news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us