• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Syrma SGS Technology IPO: 12 ઓગસ્ટે ખુલશે સિમરમા એસજીએસ ટેક્નોલોજીનો IPO, જાણો ગ્રે માર્કેટનું પ્રીમિયમ

Syrma SGS Technology IPO: 12 ઓગસ્ટે ખુલશે સિમરમા એસજીએસ ટેક્નોલોજીનો IPO, જાણો ગ્રે માર્કેટનું પ્રીમિયમ

01:15 PM August 09, 2022 admin Share on WhatsApp



નવી દિલ્હી. Syrma SGS Technology IPO: શેરબજારમાં છેલ્લા ત્રણ મહિનાથી નબળું પ્રદર્શન થતું હોવા છતાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ ફર્મ Syrma SGS Technologyએ ઈશ્યૂ લાવવાનું એલાન કરી દીધું છે. કંપનીએ 12 ઓગસ્ટના રોજ 840 કરોડ રૂપિયાનો ઈશ્યૂ લાવી રહી છે. કંપનીના ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. 209-220 નક્કી કરવામાં આવી છે. હાલ (Grey Market Prize - GMP) ગ્રે માર્કેટમાં સિરમા એસજીએસ ટેક્નોલજીનો શેર 25-30 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આઈપીઓ માટે કંપનીએ ઇશ્યૂ કિંમત 220 રૂપિયા રાખી છે, તે પ્રમાણે હાલ એક શેર 240 રૂપિયા લેખે ટ્રેડ થઈ રહ્યો છે.

►ઈશ્યૂ ક્યારે ખુલશે?

Syrma SGS Technologyનો ઈશ્યૂ 12 ઓગસ્ટના રોજ ખુલશે અને 18 ઓગસ્ટના રોજ બંધ થશે. 15 ઓગસ્ટના રોજ જાહેર રજા હોવાના કારણે શેર બજાર બંધ રહેશે. છેલ્લા અઢી મહિનામાં આ પહેલો IPO હશે. એંકર બુક માટે આ ઈશ્યૂ 11 ઓગસ્ટના રોજ ખુલશે.

►ઈશ્યૂ સાઈઝ કેટલી છે?

Syrma SGS Technologyના IPOમાં રૂ. 766 કરોડનો ફ્રેશ ઈશ્યૂ હશે. ઉપરાંત 33.69 લાખ શેર ઓફર ફોર સેલ (OFS)માં વેચવામાં આવશે. કંપની કુલ રૂ. 840 કરોડનો ઈશ્યૂ લાવી રહી છે. કંપનીની પ્રમોટર વીણા કુમારી ટંડન (Veena Kumari Tondon) પોતાના 33.69 લાખ શેર વેચશે. કંપનીના શેરનું લિસ્ટીંગ 24 ઓગસ્ટના રોજ થશે.

►ફંડનો ઉપયોગ ક્યાં કરાશે?

Syrma SGS Technologyના ફ્રેશ ઈશ્યૂથી એકત્ર કરવામાં આવેલ ફંડનો ઉપયોગ કામકાજી જરૂરિયાતાનો પૂર્ણ કરવા, મેન્યુફેક્ચરિંગ અને R&Dમાં વૃદ્ધિ માટે કરવામાં આવશે. ઉપરાંત અન્ય કારોબારી જરૂરિયાતો અને લોન્ગ ટર્મ વર્કિંગ કેપિટલ જરૂરિયાત માટે ફંડનો ઉપયોગ કરવામાં આવશે.

►કંપનીનો બિઝનેસ શું છે?

Syrma SGS Technology એક ટેકનોલોજી ફોક્સ્ડ એન્જિનિયરીંગ અને ડિઝાઈન કંપની છે, જે ટર્નકી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસનો બિઝનેસ કરે છે. ઉપરાંત કંપની ઓટોમોટીવ, હેલ્થકેયર, કન્ઝ્યૂમર પ્રોડક્ટ જેવા ક્ષેત્રમાં પણ પોતાની એન્જિનિયરીંગ અને ડિઝાઈન સેવા પ્રદાન કરે છે. કંપનીના 200થી વધુ કસ્ટમર છે, જેમાંથી 16 કસ્ટમર એવા છે, જે કંપની સાથે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીના ગ્રાહકોમાં TVS મોટર કંપની (TVS Motor Company), A O સ્મિથ ઈન્ડિયા વોટર પ્રોડક્ટ્સ (A O Smith India Water Prod), રોબર્ટ બોસ્ચ એન્જિનિયરિંગ (Robert Bosch Engineering) એન્ડ બિઝનેસ સોલ્યુશન (Business Solution), યુરેકા ફોર્બ્સ (Eureka Forbes), એટમબર્ગ ટેકનોલોજીસ (Atomberg Technologies), હિન્દુસ્તાન યુનિલિવર (Hindustan Unilever) અને ટોટલ પાવર યુરોપ BV (Total Power Europe BV) જેવા નામ શામેલ છે.

gujju news channel - business tips in gujarati - gujarati news - gujju news - the gujju news - gujarati Business idea - business news in gujarati - forbes india - Syrma SGS Technology IPO - GMP 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us