• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Mumbai: મુંબઇમાં સતત વરસ્તો વરસાદ, જળબંબાકારથી જનજીવન ખોરવાયો, હવામાન સેવાને અસર...

Mumbai: મુંબઇમાં સતત વરસ્તો વરસાદ, જળબંબાકારથી જનજીવન ખોરવાયો, હવામાન સેવાને અસર...

12:53 PM August 09, 2022 admin Share on WhatsApp



►મુંબઇમાં સોમવાર સાંજથી એકધારો વરસાદ

►શહેર પાણી... પાણી...જનજીવન ખોરવાયું 

►હવાઇ સેવાને અસર : ઓરેન્‍જ એલર્ટની આગાહી

 

Mumbai Rain: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવાર સાંજથી ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈ, (New Mumbai)નવી મુંબઈ, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદ માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્‍તારોમાં ૧૦-૧૧ ઓગસ્‍ટ સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેવાની શક્‍યતા છે. સાંતાક્રુઝમાં આજે સવારે ૫.૩૦ વાગ્‍યા સુધી ૮૬ મીમી વરસાદ નોંધાયો છે. આગામી કેટલાક કલાકોમાં તે ૧૦૦ મીમીને પાર કરી શકે તેવી સંભાવના છે.

મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્‍થળોએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. મહાનગરના ભિવંડી વિસ્‍તારમાં રાતભર ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે બજારની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. શહેરના તીનબત્તી માર્કેટની અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઘણી ફલાઈટને પણ અસર થઈ છે. સ્‍પાઈસજેટે (Spice jet) મુસાફરોને એરપોર્ટ(Airport) પર આવતા પહેલા (Flite)ફલાઈટનો સમય તપાસવા વિનંતી કરી છે. ઘણી ફલાઈટ્‍સ મોડી ચાલી રહી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાંથી પાણી ભરાયાના અહેવાલો આવી રહ્યા છે. સવારે ઓફિસ જવા માટે નીકળેલા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. (Andheri)અંધેરીમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે સબવે બંધ કરવો પડ્‍યો હતો.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમરાવતી-નંદગાંવ રોડ પર એક ટ્રેક્‍ટર પાણીમાં વહી જવાના સમાચાર છે. આ ટ્રેક્‍ટરમાં સવાર ૨-૩ લોકો પણ ધોવાઈ ગયા છે. આ તમામની શોધ ચાલી રહી છે.

હવામાન વિભાગે Maharashtra મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના ઘણા ભાગો માટે red રેડ અને orange ઓરેન્‍જ alert એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પ્રાદેશિક હવામાન કેન્‍દ્રએ ગઇકાલે અને આજે ગઢચિરોલી, ચંદ્રપુર અને ગોંદિયાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.

અધિકારીએ જણાવ્‍યું કે સોમવારથી બુધવાર સુધી વિદર્ભના ગોંદિયા, વર્ધા, વાશિમ અને યવતમાલ જિલ્લામાં એક કે બે સ્‍થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને આ સંદર્ભે ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati -international news in Gujarati - mumbai rain news - latest news in gujarai -



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us