• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy

મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy

05:53 PM July 10, 2024 gujjunewschannel.in Share on WhatsApp



રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. અને પોતાના સ્નેહીજનોના ન્યાય માટે રજૂઆત કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરીયા હાજર રહ્યા હતા. પીડિત પરિવારોએ CM ભૂપેન્દ્ર પટેલ સામે વહેલી તકે ન્યાય આપવા રજૂઆત કરી. જણાવી દઈએ કે Rajkot TRP Game Zone Tragedy મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy - rajkot-trp-game-zone-tragedy-victims-families-meets-cm-bhupendra-patel-request-for-justice

જો કે રાજકોટ અગ્નિકાંડ કાંડ મુદ્દે હાલ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે એક વાર વીડિયો કૉલ કરીને વાતચીત કરી હતી, જયારે ગયા અઠવાડિયે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે પણ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુલાકાત કરી હતી. જેને લઈને હવે રાજ્ય સરકાર પણ સચેત થઈ ગઈ છે.

► પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા

આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સામે પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત કરી. પીડિત પરિવારના સભ્ય તુષાર ઘોરેચાએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા છે, 2 સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ, એક ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ તથા હાઈકોર્ટના ચાલુ જસ્ટીસ અને સિવિલ જજની કમિટી બનાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

► રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો કેસ ક્યાં પહોંચ્યો?

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 25 મે 2024ના રોજ રાજકોટમાં TRP ગેમઝોનમાં આગ લાગી હતી, જેમાં 33 લોકો હોમાઈ ગયા હતા. આ પછી સરકારે આ કેસની તપાસ માટે SITની રચના કરી અને તપાસ તેજ કરીને આ કેસમાં જવાબદાર લોકો સામે જરૂરી પગલાં લઈને કાર્યવાહી કરી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.


Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy - rajkot-trp-game-zone-tragedy-victims-families-meets-cm-bhupendra-patel-request-for-justice



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ

  • 23-03-2026
  • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us