• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • વૃંદાવન પાસે આ ગામના લોકો મોબાઈલમાં નહીં, પણ ભગવદ્ ભકિતમાં છે લીન! જ્યાં લાઈટ, પંખા વગર પણ સુકુન અને શાંતીથી લોકો જીવે છે....

વૃંદાવન પાસે આ ગામના લોકો મોબાઈલમાં નહીં, પણ ભગવદ્ ભકિતમાં છે લીન! જ્યાં લાઈટ, પંખા વગર પણ સુકુન અને શાંતીથી લોકો જીવે છે....

06:57 PM July 05, 2024 gujjunewschannel.in Share on WhatsApp



કોઈ આપણને કહે કે, આજનો દિવસ તમારે મોબાઈલનો વપરાશ નથી કરવાનો. તમે માનશો? એક દિવસ તમારા ઘરમાં કે ઓફિસમાં વીજળી ના હોય તો તમને ચાલશે? બધાં કામ અટકવાને લીધે મૂડ ખરાબ થાય છે ને? પરંતુ ઉત્તર પ્રદેશમાં વૃંદાવન પાસે એક ગામ છે. જ્યાં લાઈટ, પંખા તો નથી જ, મોબાઈલ પણ કોઈના હાથમાં જોવા ના મળે! કારણ, કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે! તો શું ગામના લોકો બોર થતાં હશે?  તેઓ કોઈ પણ ભૌતિક સુવિધા વગર ખુશ રહેતા હશે? નવાઈની વાત એ છે કે, ગામના લોકો ઘણાં જ ખુશ રહે છે અને બહુ જ સુખી જીવન જીવે છે! આ નોખું-અનોખું ગામ છે 'ટટિયા' ગામ! તો ચાલો જાણીએ આ ગામની ખાસિયતો..

આ ગામના લોકો કોઈ પણ ભૌતિક સુખ-સુવિધા વગર પણ બહુ જ મસ્ત જીંદગી જીવી રહ્યાં છે. અહીં ઘરોમાં લાઈટ કે ઈલેકટ્રીક પંખા તો જોવા નથી જ મળતાં. જૂના જમાનામાં જે રીતે ઘરની અંદરની બાજુએ છાપરાની નીચે કાપડના પડદા રાખવામાં આવતા. જેને છેડે રસ્સી લાગી હોય અને નીચે ઉભા રહી રસ્સીનો બીજો છેડો ખેંચીને પડદા હલાવીને હવા મેળવવામાં આવતી હતી. તેવા જૂના વખતના પંખા અહીં જોવા મળે છે.

 રાત્રે સુદ્ધાં વીજળીના બલ્બ નથી હોતાં. ત્યાં દીવા તથા ફાનસ જોવા મળે છે! મોબાઈલનો તો અહીં પ્રતિબંધ છે! નવાઈની વાત એ છે કે, પાણી ભરવા માટે પણ કૂવા પર જવું પડે છે. અહીંના લોકો આખો દિવસ પૂજા પાઠમાં વ્યસ્ત રહે છે અને સ્ત્રીઓ આખો દિવસ માથું ઢાંકેલું રાખે છે. કહેવાય છે કે, વૃંદાવનના સાતમા આચાર્ય લલિત કિશોરી દેવજીએ નિધિવન છોડ્યું અને ત્યારબાદ આ જગ્યાએ આવીને ધ્યાન કરવા બેસી ગયા. આ જગ્યા આખું જંગલ હતું. તેથી શિકારી જનાવરોથી આચાર્યને બચાવવા માટે ભકતોએ આસપાસ વાંસના બાંબુ ગોઠવીને ઉપર છાપરું બનાવી દીધું હતું. વાંસના બાંબુને અહીંના લોકો ટટિયા (Tatiya) કહે છે. એટલે આ જગ્યાનું નામ 'ટટિયા' ગામ પડ્યું.

 આ ગામમાં લોકો દિવસ-રાત ભજન કીર્તનમાં રચ્યા પચ્યા રહે છે, ડગલે ને પગલે ભકિતમાં લીન સાધુ સંત જોવા મળે છે. અહીં ભગવાનની આરતી નથી થતી. પરંતુ રાધા રાણી અને કૃષ્ણ ભગવાનના ગીતો ગવાય છે. અહીં લીમડા, કદંબ, પીપળાના ઘણાં વૃક્ષો છે. જેના પાંદડાં પર પણ રાધા નામ લખેલું જોવા મળે છે. આ ગામના સાધુ-સંત દક્ષિણા નથી લેતા. એમને માટે ગામના ઘરોમાંથી ભોજન મોકલવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં આ આદર્શ ગામ આધ્યાત્મિકતા અને ભકિતભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરૃ પાડે છે.

► ટાટીયા ગામની વિશેષતા

• ગામ ખૂબ જ લીલુંછમ છે. અહીં વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ વાવવામાં આવે છે. દરેક વૃક્ષ દેવતાઓને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રાધા નામ ઝાડના પાંદડા પર અંકિત છે. તેમાંના મોટા ભાગના લીમડો, પીપળ અને કદંબના વૃક્ષો છે.

• લોકો આ આધ્યાત્મિક સ્થાન પર પૂજા કે આરતી કરતા નથી. જો કે, લોકો અહીં ભેગા થાય છે અને રાધા કૃષ્ણના ભજન ગાય છે.

• આ ગામમાં આજે પણ કૂવાનું પાણી પીવામાં આવે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. આ ગામમાં ઘણા સંતો અને મુનિઓ આવે છે પરંતુ કોઈ દક્ષિણા લેતું નથી કે અહીં કોઈ દાન પેટી રાખવામાં આવતી નથી.

• જો તમારે અહીં આવવું હોય તો યાદ રાખો કે ફોન લાવવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત આ ગામમાં કોઈપણ પ્રકારના આધુનિક સાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જ્યારે મહિલાઓને માથું ઢાંકીને જ પ્રવેશ આપવામાં આવે છે.


Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - tatiya village in uttar pradesh - Uttar Pradesh tatiya village there is no mobile phone fan and electricity 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us