• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Unemployment : ગામડામાં ૧ મહિનામાં ૩% બેરોજગાર વધ્‍યા તો શહેરોમાં પણ બેરોજગારી પારાવાર, ૯.૩૦% લોકો પાસે નથી કામ

Unemployment : ગામડામાં ૧ મહિનામાં ૩% બેરોજગાર વધ્‍યા તો શહેરોમાં પણ બેરોજગારી પારાવાર, ૯.૩૦% લોકો પાસે નથી કામ

06:03 PM July 05, 2024 gujjunewschannel.in Share on WhatsApp



UnEmployment Rate In India : દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ત્યારે મેમાં સાત ટકા રહ્યા બાદ દેશમાં બેરોજગારીનો આંક વિતેલા જૂનમાં વધી ૯.૨૦ ટકા રહ્યો છે. ગયા મહિને બેરોજગારીનો આંક આઠ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. ગયા વર્ષના જૂનમાં આ આંક ૮.૫૦ રહ્યો હતો એમ સેન્‍ટર ફોર મોનિટરિંગ ઈન્‍ડિયન ઈકોનોમીના ડેટા જણાવે છે. પુરૂષોની સરખામણીએ મહિલા બેરોજગારની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

કન્‍ઝયૂમર પિરામિડસ હાઉસહોલ્‍ડ સર્વે જે સેન્‍ટર સમયાંતરે હાથ ધરે છે તેના આધારે બેરોજગારીના ડેટા મેળવવામાં આવ્‍યા છે. રોજગાર મેળવવા ઈચ્‍છતા હોય પરંતુ રોજગાર ધરાવતા ન હોય તેવા કર્મચારીબળને બેરોજગાર તરીકે ગણવામાં આવે છે. એકંદર બેરોજગારોમાં મહિલા બેરોજગારની ટકાવારી ૧૮.૫૦ ટકા હતી જે ગયા વર્ષના જૂનમાં ૧૫.૧૦ ટકા જોવા મળી હતી. પુરુષોમાં બેરોજગારીની ટકાવારી ૭.૮૦ ટકા રહી હતી જે ૨૦૨૩ના જૂનમાં ૭.૭૦ ટકા હતી.

ગ્રામ વિસ્‍તારમાં બેરોજગારીનો આંક સતત ઊંચો જોવા મળ્‍યો છે. ગયા વર્ષના જૂનમાં ૮.૮૦ ટકાની સરખામણીએ વર્તમાન વર્ષના જૂનમાં ગ્રામ્‍ય બેરોજગારીનો આંક ૯.૩૦ ટકા રહ્યો હતો. જે મેમાં ૬.૩૦ ટકા જોવા મળ્‍યો હોવાનું પણ સેન્‍ટરના આંકડા જણાવે છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં પુરુષ બેરોજગારોની સંખ્‍યા ૮.૨૦ ટકા જયારે મહિલાઓમાં આ આંક ૧૭.૧૦ ટકા રહ્યો છે.

શહેરી વિસ્‍તારોમાં બેરોજગારીનો આંક જે મેમાં ૮.૬૦ ટકા હતો તે જૂનમાં સાધારણ વધી ૮.૯૦ ટકા રહ્યો છે. શહેરી વિસ્‍તારોમાં મહિલા બેરોજગારની ટકાવારી વધી ૨૧.૩૬ ટકા રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્‍યું છે. ઊંચા લેબર પાર્ટિસિપેશન રેટ (એલપીઆર) વચ્‍ચે બેરોજગારીના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. જે લોકો કામ કરે છે અથવા કામ કરવા ઈચ્‍છે છે અને કામ કરવાની વય ધરાવતા (૧૫ વર્ષ કે તેથી વધુ) લોકોમાંથી રોજગાર શોધતા હોય તેને એલપીઆર કહેવામાં આવે છે. એલપીઆર સાધારણ વધી ૪૧.૪૦ ટકા રહ્યો છે. જે ૨૦૨૩ ના જૂનમાં ૩૯.૯૦ ટકા રહ્યો હતો.


Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - UnEmployment Rate In India : Unemployment : ગામડામાં ૧ મહિનામાં ૩% બેરોજગાર વધ્‍યા તો શહેરોમાં પણ બેરોજગારી પારાવાર, ૯.૩૦% લોકો પાસે નથી કામ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us