• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Rajkot GameZone Tragedy: ગેમઝોન અગ્નિકાંડની માસિક પુણ્યતિથિએ રાજકોટ બપોર સુધી સજ્જડ બંધ, કોંગ્રેસ દ્વારા અપાયું હતું બંધનું એલાન

Rajkot GameZone Tragedy: ગેમઝોન અગ્નિકાંડની માસિક પુણ્યતિથિએ રાજકોટ બપોર સુધી સજ્જડ બંધ, કોંગ્રેસ દ્વારા અપાયું હતું બંધનું એલાન

07:04 PM June 25, 2024 gujjunewschannel.in Share on WhatsApp



રાજકોટના TRP ગેમઝોનમાં અચાનક આગ લાગતા 25થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા. આ ઘટનાને એક મહિના આજે થયો છે ત્યારે શહેરના ધર્મેન્‍દ્ર રોડ, પરા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ગુંદાવાડી,  પારસી અગીયારી ચોક, મોટી ટાંકી ચોક, રૈયા રોડ, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, મવડી રોડ સહિતના વિસ્‍તારોના વેપારીઓએ સંપુર્ણ બંધ પાળી ગેમ ઝોનની આગકાંડના હતભાગીઓ-દિવંગતોને શ્રધ્‍ધાંજલિ પાઠવી હતી અને કોંગ્રેસના બંધના એલાનને સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો. તસ્‍વીરોમાં સંપુર્ણ બંધ રહેલી શહેરની મુખ્‍ય બજારો અને નીચેની તસ્‍વીરોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ, પુર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પરેશ ધાનાણી, રાજુ ચાવડીયા, હબીબ ગનીભાઇ કટારીયા, છેલ્લી તસ્‍વીરમાં ધારાસભ્‍ય જીજ્ઞેશ માવાણી, રણજીત મુંધવા સહિતના કોંગી આગેવાનો કાર્યકરો દ્વારા વેપારીઓને દૂકાન બંધ રાખવા હાથ જોડી અપીલ કરવામાં આવી હતી તે જોઇ શકાય છે. 

Rajkot TRP GameZone Fire Tragedy Live Photos And Videos - રાજકોટ સજ્જડ બંધ - Rajkot Bandh Live । અગ્નિકાંડને એક મહિનો - Rajkot Closed | Gujarat Congress - 

► 95 ટકા વેપારીએ બંધને ટેકો જાહેેર કર્યો

અગ્નિકાંડમાં હોમાઇ ગયેલા પીડિત પરિવારને ન્‍યાય અપાવવા માટે આજે તા.૨૫મી જુને પ્રથમ માસિક પુણ્‍યતિથિ નિમિતે રાજકોટના મોટા ભાગના વેપારીઓએ બપોર સુધી બંધ પાડી સ્‍વર્ગસ્‍થોને શ્રધ્‍ધાંજલી આપી હતી. સવારે ૯૫ ટકા દુકાનો બંધ  રહી હતી માત્ર પાંચ ટકા વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખ્‍યા હતા. ત્‍યાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ શાંતિપૂર્ણ અપિલ કરતાં બંધ કરી દેવામાં આવ્‍યા હતા.

►વેપારીઓએ અગાઉથી જ સ્‍વયંભૂ બંધ રાખવાની ઘોષણા કરી હતી

રાજકોટ શહેરના ધર્મેન્‍દ્ર રોડ, સોનીબજાર, ગુંદાવાડી, પેલેસ રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા રોડ, ઘી કાંટા રોડ સવારથી જ સ્‍વયંભુ બંધ રહ્યા હતા. તો જંકશન, રેલનગર, ભકિતનગર સર્કલ, ઢેબર રોડ, લોધાવાડ ચોક, યાજ્ઞિક રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્‍તારો પણ સવારથી જ સજ્જડ બંધ રહ્યા હતા. જયારે રૈયા રોડ ઉપર સવારે અમુક દુકાનો ખુલી હતી. બાદમાં કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનોએ શાંતિપૂર્ણ બંધ રાખવાની અપિલ કરતા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. પરાબજાર, લાખાજીરાજ રોડ, દાણાપીઠ, સોનીબજારના વેપારીઓએ અગાઉથી જ સ્‍વયંભૂ બંધ રાખવાની ઘોષણા કરી હતી.

Rajkot TRP GameZone Fire Tragedy Live Photos And Videos - રાજકોટ સજ્જડ બંધ - Rajkot Bandh Live । અગ્નિકાંડને એક મહિનો - Rajkot Closed | Gujarat Congress - 

આ ગેમઝોનમાં મહેમાન બની ચૂકેલા અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલા લેવાની આશા લોકોને રહી નથી. પરંતુ કોંગ્રેસ પીડીત પરિવારો માટે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની છે. પુરાવાઓ નષ્ટ કરવામાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મોરબી સહિત અનેક ઘટનાના આરોપીઓ જેલની બહાર છે. શકિતસિંહ ગોહિલે ગઇકાલે જે લોકોએ દુકાન બંધ ન રાખી હોય તેનો નાનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર મુકવા અનુરોધ કરતા તેના પણ પડઘા પડયા છે.

કોંગી આગેવાનો અતુલ રાજાણી, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ડો.હેમાંગ વસાવડા, ગોપાલભાઇ અનડકટ, વશરામભાઇ સાગઠીયા, હિતેશભાઇ વોરા, રણજીત મુંધવા, દિલીપ આસવાણી, ગૌરવ પૂજારા, કૃષ્‍ણદત રાવલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. આમ, શાંતિપૂર્ણ રીતે બંધ રહયું હતું. જે વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી ત્‍યાં કોંગી આગેવાનોએ જઇ બે હાથ જોડી વિનંતી કરતાં આ વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot news - where is Rajkot located - રાજકોટ જિલ્લાના સમાચાર -  રાજકોટ ના તાજા સમાચાર - રાજકોટ જીલ્લો - રાજકોટ ના લાઇવ સમાચાર - રાજકોટ જિલ્લાના લાઇવ સમાચાર - રાજકોટ ન્યૂઝ - rajkot politician - rajkot mp list  - gujju news channel - રાજકારણ સમાચાર - Rajkot TRP GameZone Fire Tragedy Live Photos And Videos - રાજકોટ સજ્જડ બંધ - Rajkot Bandh Live । અગ્નિકાંડને એક મહિનો - Rajkot Closed | Gujarat Congress 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us