• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Surat News : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા થયો બ્લાસ્ટ, ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું મોત તો પાંચ સભ્યો દાઝ્યા

Surat News : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા થયો બ્લાસ્ટ, ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું મોત તો પાંચ સભ્યો દાઝ્યા

09:29 PM June 21, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Surat News : સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મીપાર્ક રોહાઉસ સોસાયટીના એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું Blast in Charging E-Bike ઇ-બાઈક બ્લાસ્ટ થતા ગેસ સિલિન્ડટ પણ ફાટ્યો હતો. જેનાથી વિકરાળ આગ લાગી હતી. વહેલી સવારે બે જબરદસ્ત ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફ્લેટમાં રહેતા રહિશે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જ કરવા મુકી હતી. આ દરમિયાન બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ આગ નજીકમાં પડેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. પાંચ લોકોનો પરિવાર આ આગની ઝપેટમાં આવ્યો હતો. જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઈ ગઇ છે. જ્યારે અન્ય ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે એક યુવતીનું દાઝી જવાથી મોત નિપજ્યું છે.

Blast in charging e-bike in Surat - surat limbayat fire accident ebike charging all night fire break and gas cylinder blast - Surat News : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા થયો બ્લાસ્ટ - gujarat surat news 

► ઈ-બાઈકની બેટરી ફાટતા 18 વર્ષિય યુવતીનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયતમાં એક હાર્ડવેર દુકાનની ઉપરના ભાગે રહેણાંક મકાનમાં પરિવાર રહેતો હતો, તેમનું ઈ બાઈક દુકાનના પાછળના ભાગે આખી રાત ચાર્જિંગમાં મુકેલુ હતું, તે સમયે વહેલી સવારે આગ લાગી હતી, અને આગ ફેલાતી ફેલાતી ગેસ સિલિન્ડર સુધી પહોંચતા મોટો બ્લાસ્ટ થયો, આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર પાંચ સભ્યો દાઝી ગયા હતા જેમાં એક 18 વર્ષિય યુવતીનું મોત થયું છે.

► આખી રાત ઈ બાઈક ચાર્જિંગમાં મુકતા ફાટી હતી

વિગતે ઘટનાની વાત કરીએ તો, લિંબાયત વિસ્તારમાં પરિવાર હાર્ડવેરની દુકાનની પાછળના વાડામાં ચાર્જિંગ પોઈન્ટ હોવાથી ઈ બાઈક રાત્રે ચાર્જિંગમાં મુકી સુઈ ગયો હતો. વહેલી સવારે અચાનક તેમાં આગ લાગી હતી, આગ જોત જોતામાં ફેલાઈ ગઈ અને નજીકમાં રહેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા તેમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે દુકાનની પાછળની દિવાલ તથા ઘરના કાચના દરવાજા પણ તૂટી ગયા.

Blast in charging e-bike in Surat - surat limbayat fire accident ebike charging all night fire break and gas cylinder blast - Surat News : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા થયો બ્લાસ્ટ - gujarat surat news 

► ઈ-બાઈકની સાથે ગેસનો બાટલો પણ ફાટ્યો હતો

ફાયર વિભાગને વહેલી સવારે 5.30 કલાકે કોલ મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા, અને રેસક્યુ શરૂ કર્યું હતુ, પાંચ લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, તમામને સ્વિમેર હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે ચાર લોકોની સારવાર ચાલી રહી છે.

► એક જ પરિવારના 5 દાઝ્યા, 4 સારવાર હેઠળ

સૂત્રો અનુસાર, આગ દુર્ઘટનામાં દાઝી ગયેલા લોકોમાં પાંચે લોકો એક જ પરિવારના હતા, જેમાં દોલારામ સિરવી (ઉ.46), ચંપાબેન દોલારામ સિરવી (ઉ.42), ચિરાગ સિરવી(ઉ.8), દેવિકા સિરવી (ઉ.14) અને મહિમા સિરવી (ઉ.18). જેમાં મહિમા દોલારામ સિરવીનું ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું છે. 

ઘટનાની જાણ થતા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ પીડિતોની ખબર અંતર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દાઝી ગયેલા પરિવારની સારવાર માટે તકેદારીના પગલાનો આદેશ આપ્યો હતો. તેમણે મીડિયાને જણાવ્યું કે, વહેલી સવારે આગ લાગી હતી, અને પરિવાર સુતો હતો, આગ નીચે દુકાનના પાછળના ભાગે આખી રાત ઈ બાઈક ચાર્જિંગ મુક્યું ત્યાં લાગી હતી. અને પછી આગ ફેલાઈ ગઈ હતી, અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા વધુ વિકરાળ બની હતી, આ આગની ઘટનામાં હાર્ડવેરની દુકાન સહિત આજુ બાજુની દુકાનમાં પણ નુકશાન પહોંચ્યું છે. ફાયર વિભાગ તપાસ કરી રહી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Blast in charging e-bike in Surat - surat limbayat fire accident ebike charging all night fire break and gas cylinder blast - Surat News : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા થયો બ્લાસ્ટ - gujarat surat news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us