• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • Ayurvedic: ધોનીના ઘુંટણની જડ્ડીબુટ્ટીથી સારવાર, આ આયુર્વેદ વૈદ્યની ફી માત્ર રૂ.40..

Ayurvedic: ધોનીના ઘુંટણની જડ્ડીબુટ્ટીથી સારવાર, આ આયુર્વેદ વૈદ્યની ફી માત્ર રૂ.40..

01:34 PM August 07, 2022 admin Share on WhatsApp



Ayurvedic: દુનિયાને તેમની બેટિંગથી દિવાના બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની જૂન મહિનામાં ઘૂંટણના દુખાવાથી પરેશાન હતા. કેપ્ટન કૂલ તેમની સારવાર વિદેશ કે દેશની કોઈ મોટી હોસ્પિટલમાં નથી કરાવતા, પરંતુ ઝારખંડના જંગલમાં બનેલા એક નાનકડા આશ્રમમાં કરાવ્યો હતો. અને આ વૈદ્યની આયુર્વેદિક દવા લઈ રહ્યા છે, જેની ફી માત્ર 40 રૂપિયા છે.

પાટનગર રાંચીથી 70 કિમી દૂર લાપુંગના જંગલ વિસ્તારમાં રહેતા વૈદ્ય વંદન સિંહ ખેરવાર તેમની સારવાર કરી રહ્યા છે. અંદાજે એક મહિનાથી તેઓ આ દવા લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ધોની દર 4 દિવસે તેમની પાસે આવી છે અને જડીબુટ્ટીવાળી દવાથી સારવાર કરાવી રહ્યા છે.

►પહેલીવાર તો ધોનીને ઓળખી જ નહોતા શક્યા: વંદન
વૈદ્યે જણાવ્યું હતું કે જ્યારે ધોની પહેલીવાર તેમની પાસે આવ્યા ત્યારે હું તેમને ઓળખી જ નહોતો શક્યો, સાથે આવેલા લોકોએ પરિચય કરાવ્યો, ત્યારે અહેસાસ થયો કે આમને તો ટીવી સ્ક્રીન પર બેટ ઘુમાવતા જોયા છે. ધોની જ્યાં જાય ત્યાં ભીડ ભેગી થઈ જાય છે, તેથી વૈદ્ય તેમને આશ્રમમાં અંદર લઈ જઈને સારવાર કરે છે.

►ધોનીને કેલ્શિયમની અછત
તેમણે કહ્યું હતું કે ધોનીએ ડિટેલ્સમાં તેમની પીડા જણાવી છે. ધોનીને બંને ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે. વૈદ્ય વંદનના જણાવ્યા પ્રમાણે, ધોનીને ઘૂંટણમાં કેલ્શિયમની કમી છે. સારવાર માટે તેમને જડીબુટ્ટીવાળી દવા દર 4 દિવસે આપવામાં આવે છે.

►40 રૂપિયા આપીને ધોની સારવાર કરાવે છે
વૈદ્ય વંદને જણાવ્યું હતું કે તેઓ ફી તરીકે માત્ર 20 રૂપિયા લે છે. એ સાથે જ જરૂર પડે તો દવાના અલગથી રૂ. 20 લે છે. તેમણે સ્માઈલ આપતાં કહ્યું હતું કે ધોની એક ઈમાનદાર દર્દીની જેમ તેમના 40 રૂપિયા જાતે જ આપી દે છે. ગઈ વખતે 26 જૂને તેમની પાસે દવા લેવા આવ્યા હતા.

►ધોનીનાં માતા-પિતા પણ લઈ ચૂક્યા છે આ દવા
તેમણે દાવો કર્યો છે કે ધોનીનાં માતા-પિતા પણ અહીંની દવા લઈ ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ધોનીના બંને ઘૂંટણમાં દુખાવો છે અને તેઓ છેલ્લા 3 મહિનાથી દવા લઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેમનાં માતા-પિતાને દવાથી ફાયદો થતાં ધોની પણ તેમની પાસે દવા લેવા આવે છે.

►સેલ્ફી લેવા લોકોની ભીડ
વૈદ્ય વંદને જણાવ્યું હતું કે ધોની જ્યારે પણ આવે છે ત્યારે લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે ભેગા થઈ જાય છે, એટલે જ તેઓ જ્યારે પણ આવે છે ત્યારે ગાડીની બહાર નથી નીકળતા. તેમને દવા ગાડી સુધી પહોંચાડવામાં આવે છે. જોકે અમુકવાર તેઓ પણ ગાડીમાંથી બહાર આવીને ગામના લોકો સાથે ફોટા પડાવે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us