• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • True Story: સુહાગરાતના દિવસે પતિએ કરી એવી વાત કે, સાંભળીને પત્નીનો લાગ્યો મોટો ઝટકો

True Story: સુહાગરાતના દિવસે પતિએ કરી એવી વાત કે, સાંભળીને પત્નીનો લાગ્યો મોટો ઝટકો

05:18 PM August 05, 2022 admin Share on WhatsApp



રાજકોટ: કોઈ યુવતી હજારો સપના લઈને લગ્ન કરીને પતિના ઘરે આવતી હોય છે. પોતાના પિતાનું ઘર છોડીને હંમેશ માટે પતિના ઘરે જતી યુવતીને સુહાગરાતે જ 550 વોલ્ટનો ઝટકો લાગે તો? રાજકોટમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માલવીયાનગર પોલીસ મથકે એક યુવતીએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી મહિલાએ પોતાના પતિ, દીયર, સાસુઅને સસરા સામે ફરિયાદ આપી છે. ફરિયાદીનું કહેવું છે કે લગ્નની પ્રથમ રાતથી જ તેણીનું જીવન ઝેર થઈ ગયું હતું. હકીકતમાં લગ્નની પ્રથમ રાતે જ પતિએ પરિણીતાને એવી વાત કરી હતી જેનાથી તેણીને જાણે કે 550 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.

‘મારી જીવનમાં તું નહીં બીજી છે’ : રાજકોટમાં અમીનમાર્ગ પર આવેલા ત્રિશા બંગલોઝમાં રહેતી એક પરિણીતાએ તેણીના પતિ જતીન સગપરીયા, દિયર કૌશલભાઈ, સાસુ ઇલાબેન અને સસરા નાથાભાઈ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ આપી છે. ફરિયાદીના કહેવા પ્રમાણે તેણીના લગ્ન 2005ના વર્ષમાં જતીન સગપરીયા સાથે થયા હતા. લગ્ન જીવનથી બંનેને એક દીકરો છે. હાલ ફરિયાદી તેના પિતાની સાથે રહે છે. ફરિયાદના કહેવા પ્રમાણે તેના પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. તેણે ફક્ત પરિવારના કહેવાથી તેની સાથે લગ્ન કર્યાં છે. પતિની આવી વાત બાદ ફરિયાદીને સુહાગરાતે જ મોટો આઘાત લાગ્યો હતો.

‘પતિને ખૂબ સમજાવ્યો’ : ફરિયાદીનું કહેવું છે કે આવી વાત બાદ તેણીએ પોતાનો સંસાર બગડે નહીં તે માટે પતિને ખૂબ સમજાવ્યો હતો. બીજી તરફ પતિએ પણ વિચારવાનો સમય માંગ્યો હતો તેમજ ભવિષ્યમાં બધુ સારું થઈ જશે તેવી વાત કરી હતી. પતિ સુધરી જશે તેવું માનીને ફરિયાદીએ શરૂઆતમાં આ વાત કોઈને કરી ન હતી. જોકે, પતિ સુધર્યો ન હતો અને થોડા દિવસ બાદ તું ગમતી નથી તેવું કહીને ફરિયાદીને છૂટાછેડા આપી દેવાનું જણાવ્યું હતું. પરિણીતા લગ્ન જીવન બચાવવા માટે બધુ સહન કરતી રહી હતી. પરિવારના અન્ય સભ્યો સમક્ષ આ વાત કરતા તેમણે પણ પતિને પક્ષ લીધો હતો અને સતત ઝઘડા કરવા લાગ્યા હતા.

દીકરાનો જન્મ થયો : ફરિયાદ પ્રમાણે મહિલાને પતિ તેની સાથે મારપીટ કરતો હતો. આ દરમિયાન મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, આજથી પાંચ વર્ષ પહેલા ફરિયાદી વિરુદ્ધ તેના સસરાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદમાં ફરિયાદી પોતાના પુત્ર સાથે એક ફ્લેટમાં અલગ રહેવા ચાલ્યા ગયા હતા. જે બાદમાં સમજાવટ બાદ મહિલા ઘરે પરત ફરી હતી. આ દરમિયાન મહિલાનો પતિ તેના ઘરે આવતો ન હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. આખરે તમામ વાતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us