• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Mumbaiમાં ભયાનક વાવાઝોડાએ મચાવી તબાહી, રોડ પર વાહનો થંભ્યા, મેટ્રો કેન્સલ થઈ તો અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ..!

Mumbaiમાં ભયાનક વાવાઝોડાએ મચાવી તબાહી, રોડ પર વાહનો થંભ્યા, મેટ્રો કેન્સલ થઈ તો અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ..!

09:05 PM May 13, 2024 admin Share on WhatsApp



Mumbai Weather Update : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મુંબઈમાં ધૂળિયા પવનો સાથે વરસાદે દસ્તક દીધી હતી. ત્યારબાદ ભીષણ ગરમી વચ્ચે લોકોને રાહત મળી. વર્ષ 2024માં મુંબઈમાં આ પ્રથમવાર વરસાદ પડ્યો. જેને સિઝનનો પ્રથમ વરસાદ માનવામાં આવી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ગરમી પડી રહી છે. તાપમાન પણ 35 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે 20 મેના રોજ મતદાન થશે. વરસાદના આગમનથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

► હોર્ડિંગ્સ ધરાશાયી, મેટ્રો, ટેક્સી-ઓટો તમામ વાહનો થંભી ગયા

વાવાઝોડાની અસર મધ્ય મુંબઈના બદલાપુર, ભિવંડી, કલ્યાણ અને થાણેમાં જોવા મળી હતી. ભારે પવનથી બચવા લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હાઈવેની બાજુમાં એક મોટું હોર્ડિંગ પડ્યું હતું. આ અકસ્માતમાં 35 લોકો ઘાયલ થયા છે. વરસાદ અને વાવાઝોડાને કારણે પરિવહન સેવાઓને પણ અસર થઈ રહી છે. ટેક્સી, ઓટો અને અન્ય વાહનોના ચાલકો પણ રસ્તામાં થંભી ગયા છે. જ્યારે મેટ્રોના ઓવરહેડ વાયર પર બેનર પડતાં મુંબઈ મેટ્રો ખોરવાઈ ગઈ છે. ભારે પવનના કારણે બેનર પડી જતા ઘાટકોપર-વર્સોવો મેટ્રો એરપોર્ટ રોડ સ્ટેશન પર મેટ્રો રોકાઈ ગઈ છે.  વહીવટીતંત્ર આ બેનરને હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘાટકોપરથી વર્સોવા રૂટ પર દોડતી આ મેટ્રો સ્થળ પર જ થંભી ગઈ છે. આવી સ્થિતિમાં મુસાફરો એરપોર્ટ મેટ્રો સ્ટેશન પર જ અટવાયા છે.

Mumbai rain forecast - Mumbai weather Forecast - Mumbai Weather Update - gujju news channel - When monsoon arrives in Mumbai - Ambalal Patel Agahi - Mumbaiમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - Mumbai rain forecast - rain prediction in april rain forecast - Mumbaiમાં વરસાદની આગાહી - Mumbai rain hoarding collapses on petrol pump at ghatkopar highway - Mumbai Weather Update Rain News

► ખરાબ હવામાનના લીધે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

મુંબઈમાં ભારે વરસાદ (Heavy Rain) અને ભારે પવનના કારણે વાવાઝોડા સાથે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પરની હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને સમય બદલાયો હતો. મુંબઈ મેટ્રો પણ બંધ કરી હોવાના સમાચાર છે. થાણે જિલ્લાના બદલાપુર અને વાંગાણી વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો છે.

Mumbai rain forecast - Mumbai weather Forecast - Mumbai Weather Update - gujju news channel - When monsoon arrives in Mumbai - Ambalal Patel Agahi - Mumbaiમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - Mumbai rain forecast - rain prediction in april rain forecast - Mumbaiમાં વરસાદની આગાહી - Mumbai rain hoarding collapses on petrol pump at ghatkopar highway - Mumbai Weather Update Rain News

► મુંબઈકરોને ગરમીમાંથી મળી થોડી રાહત

હવામાન વિભાગે મુંબઈના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જારી કર્યું હતું. ભારે વરસાદ, તોફાન અને સૂકા પવનની આગાહી કરી હતી. હવામાન વિભાગે ખાસ કરીને થાણે અને રાયગઢમાં યલો એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં 14 મે 2024 એટલે કે મંગળવાર સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ મુંબઈમાં સાંજે 4 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો.

► આંધી આવ્યા બાદ અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

પહેલા ધૂળની ડમરી સાથે આંધીનો સામનો કરવો પડ્યો.આ પછી વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા મુંબઈમાં મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું. મુંબઈના અંધેરી, ભીવંડી, વડાલા, ઘાટકોપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વડાલામાં તોફાની પવનમાં મોટુ હોર્ડિંગ પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની અસર ગુજરાત સુધીજોવા મળી છે. ગુજરાતમાં બપોર બાદ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો છે.

gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Mumbai rain forecast - Mumbai weather Forecast - Mumbai Weather Update - gujju news channel - When monsoon arrives in Mumbai - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - Mumbaiમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - Mumbai rain forecast - Mumbai weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Mumbaiમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - Mumbai rain hoarding collapses on petrol pump at ghatkopar highway - Mumbai Weather Update Rain News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ

  • 23-03-2026
  • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us