• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ચીન કેમ છે વિશ્વમાં નંબર વન? નકલી સૂર્ય અને કૃત્રિમ ચંદ્ર બનાવીને વિશ્વને ચોંકાવી દીધુ...

ચીન કેમ છે વિશ્વમાં નંબર વન? નકલી સૂર્ય અને કૃત્રિમ ચંદ્ર બનાવીને વિશ્વને ચોંકાવી દીધુ...

04:02 PM August 04, 2022 admin Share on WhatsApp



China Innovation: અર્થવ્યવસ્થાથી લઈ સૈન્ય તાકાત સુધી, ચીન હંમેશા દરેક બાબતમાં પોતાને સૌથી આગળ રાખવાનો પ્રયાસ કરે છે . અને જે દુનિયામાં કોઈ નથી કરી શકતું. તે ચીન કરીને બતાવે છે. નંબર વનના મામલે ચીન ઘણી બાબતોમાં સફળ રહ્યું છે. તો આવો જાણીએ એવી કંઈ પ્રસિદ્ધી છે જેનાથી ચીન હંમેશા નંબર વન પર રહ્યું...

1. કુત્રિમ સૂર્ય 

જે સૂર્યમાંથી આપણને પ્રકાશ મળે છે તે ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ ચીને એવો કૃત્રિમ સૂર્ય બનાવ્યો છે જે વાસ્તવિક સૂર્ય કરતાં 5 ગણો શક્તિશાળી છે. ચીન દ્વારા બનાવવામાં આવેલા આ કૃત્રિમ સૂર્ય તેના પ્રયોગ દરમિયાન 20 મિનિટ સુધી ચાલ્યો હતો. 70 મિલિયન ડિગ્રી તાપમાન પર કાર્યરત આ નકલી સૂર્ય વાસ્તવિક સૂર્ય કરતાં પાંચ ગણો વધુ ગરમ હતો. 

સંશોધકોએ આ કૃત્રિમ સૂર્ય પર 70 મિલિયન ડિગ્રી તાપમાને પહોંચાડ્યો હતો. આ તાપમાનમાં આ મશીન 1,056 સેકન્ડ એટલે કે 17 મિનિટ, 36 સેકન્ડ સુધી ચલાવવામાં સફળ રહ્યું હતું. બીજી બાજુ, વાસ્તવિક સૂર્ય વિશે વાત કરીએ તો, તે તેના મૂળમાં લગભગ 15 મિલિયન ડિગ્રી તાપમાન ઉત્પન્ન થાય છે.  આ કૃત્રિમ સૂર્યને બનાવવામાં 10,000 ચીની અને વિદેશી વૈજ્ઞાનિકોએ સાથે મળીને કામ કર્યું હતું. હેફેઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ સાયન્સના ઈન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા ફિઝિક્સના ડેપ્યુટી ડિરેક્ટર સોંગ યુન્ટાઓના જણાવ્યા અનુસાર, 2040 સુધીમાં આ કૃત્રિમ સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકશે.

2. કુત્રિમ ચંદ્ર 

કુત્રિમ સૂર્ય જ નહીં પણ ચીન કુત્રિમ ચંદ્ર બનાવવામાં પણ સફળ રહ્યું છે. ચીને બનાવેલો આ કુત્રિમ ચંદ્ર 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની લાઇટિંગની મદદથી, ચીન દર વર્ષે 1.2 બિલિયન યુઆન અથવા 173 મિલિયન ડૉલર વીજળી ખર્ચમાં બચાવી શકશે. 

3. વિશ્વનું સૌથી મોટું ઉભયજીવી વિમાન

આ વિમાનનું નામ AG-600 છે અને તેમાં ચાર એન્જિન છે. અને તે લેન્ડ પર કે દરિયામાં લેન્ડ કરી શકે છે... ચીનની સરકારી કંપની એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઈનાએ આ એરક્રાફ્ટ તૈયાર કર્યું છે.  AG-600 એમ્ફિબિયસ એરક્રાફ્ટ કુનલોંગનુ 26 ડિસેમ્બર 2021થી એસેમ્બલ થઈ રહેલા આ વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતુ, 121 ફૂટ લંબાઈવાળા આ AG-600 એમ્ફિબિયસ એરક્રાફ્ટની પાંખો 127 ફૂટ પહોળી છે. તેનુ કદ બોઇંગ 737 એરક્રાફ્ટના બરાબર છે. હાલમાં, જાપાન પાસે વિશ્વનું સૌથી મોટું ઉભયજીવી વિમાન છે, જે શિનમાયાવા US-2 તરીકે ઓળખાય છે. ચીનનું ઉભયજીવી વિમાન સેવામાં જોડાતાની સાથે જ તે જાપાની વિમાનોને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું ઉભયજીવી વિમાન બની જશે. આ એરક્રાફ્ટનો ઉપયોગ અગ્નિશામક, દરિયાઈ બચાવ સહિત અનેક પ્રકારની દરિયાઈ ભૂમિકાઓ માટે થશે.

4. વિશ્વનું પ્રથમ ઈ-નેક

ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટીના સંશોધકોએ એક પોર્ટેબલ ઉપકરણ (ઈ-નાક) બનાવ્યું છે જે પાર્કિન્સનના દર્દીઓ માટે ચોક્કસ ગંધ શોધવા માટે ગેસ ક્રોમેટોગ્રાફી નામની તકનીકનો ઉપયોગ કરે છે. આ ટેકનીક રસાયણોને અલગ કરે છે.વૈજ્ઞાનિકો આ ટેકનીકને સરફેસ એકોસ્ટિક વેવ સેન્સર સાથે જોડીને પાર્કિન્સન્સના રોગના પ્રારંભિક લક્ષણો શોધવામાં સફળ થયા છે. આ સેન્સર ધ્વનિ તરંગો સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયાના આધારે ગેસને માપે છે. આ વિશ્વનું પ્રથમ ઈ-નાક એટલે કે તેના પ્રકારનું કૃત્રિમ નાક છે. જે માત્ર સુઘવાથી દર્દને શોધી કાઢે છે.

5. વિશ્વનું સૌથી જૂનું ફુલ

માત્ર ટેક્નોલોજી જ નહીં પરંતુ સૌથી જૂના અવશેષો સાચવવાની બાબતમાં પણ ચીન નંબર વન પર છે. ચીનના આંતરિક મંગોલિયા પ્રદેશમાં 164 મિલિયન વર્ષ જૂનું બડ ફોસિલ મળી આવ્યું હતું. અગાઉ, વૈજ્ઞાનિકો માનતા હતા કે ફૂલોની ઉત્પત્તિ જુરાસિક સમયગાળામાં, એટલે કે 145 મિલિયન વર્ષોથી 201 મિલિયન વર્ષો પહેલા થઈ હતી.

આ બાબતો સિવાય પણ ચાઈના દિવસેને દિવસે પોતાની તાકાત વધારીને આજે વિશ્વના ઘણા દેશોને હંફાવી રહ્યુ છે...

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati -international news in Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us