• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ જાહેર, જાણો કોનું કપાયું પત્તું અને કોની મળી તક..?

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ જાહેર, જાણો કોનું કપાયું પત્તું અને કોની મળી તક..?

04:42 PM May 01, 2024 admin Share on WhatsApp



T20 World Cup 2024 Team Announced : ICC Mans T20 World Cup 2024 માટે મંગળવારે સાંજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હવે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડે પણ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ટીમની જાહેરાત કરી છે, જેમાં સાઉથ આફ્રિકા માટે એડન માર્કરામ આગામી T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરશે, તો ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન હશે. તો આ અગાઉ ODI World CUP 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં માર્કરમ ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન રહેશે. મહત્વનું છે કે તમામ મોટા દેશની ટીમમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અનેક ખેલાડીઓને પડતા મુકાયા છે. તો અનેક યુવા અને પ્રભાવશાળી ખેલાડીઓને વર્લ્ડ કપમાં મોટી તક આપવામાં આવી છે. ત્યારે આ આર્ટીકલમાં આપણે તમામ ટીમના ખેલાડીઓ વિશે માહિતી મેળવીએ..

► INDIAN Teamમાં કોને કોને મળ્યું સ્થાન ?

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

► કોને કોને ન મળ્યું સ્થાન...? 

જે ખેલાડીઓને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન નથી મળ્યું તેમાં સૌથી ટોચે નામ છે કે.એલ. રાહુલનું. જ્યારે મોહમ્મદ શામી જે ઈજાને કારણે આઈપીએલમાં પણ રમી શક્યો નથી તેનું પણ આ યાદીમાં નામ સામેલ નથી. આ સાથે દિનેશ કાર્તિકના નામની પણ ચર્ચા થઇ રહી હતી. પરંતુ હવે તેને પણ આ ટીમમાં સ્થાન ન મળતાંં ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 


► AUSTRALIA Teamમાં કોને કોને મળ્યું સ્થાન ? 

મિચેલ માર્શ (C), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

► કોને કોને ન મળ્યું સ્થાન...? 

ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પેટ કમિન્સની જગ્યાએ મિચેલ માર્શને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથની વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.


► T20 વર્લ્ડ કપ 2024 માટે સાઉથ આફ્રિકાની ટીમ

એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, ઓટનીએલ બાર્ટમેન, એનરિક નોર્ક્વા, કાગીસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, બજોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, મહારાજા, આર. રિકલ્ટન, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ. ટ્રાવેલિંગ રિઝર્વ: નંદ્રે બર્જર, લુંગી એનગિડી.

► કોને કોને ન મળ્યું સ્થાન...? 

વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ટિમમાંથી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કાયલ જેમ્સન અને ઓલરાઉન્ડર એડમ મિલ્ને ઈજાના કારણે ટીમની બહાર છે. જ્યારે વિલ ઓ, ટોમ લાથમ, ટિમ સીફર્ટ અને વિલ યંગના ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી ન હતી. ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો પણ વાપસી કરી શક્યો ન હતો. મુનરોને બદલે રચિન રવિન્દ્રની પસંદગી કરવામાં આવી છે. તેના સિવાય ઝડપી બોલર મેટ હેનરીને પણ સામેલ કરવામાં આવ્યો છે. બેન સીયર્સ ટી20 વર્લ્ડ કપ ટીમ સાથે રિઝર્વ તરીકે રહેશે.


► T20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટિમ સાઉથી. ટ્રાવેલિંગ રિઝર્વ: બેન સિયર્સ.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - T20 World Cup ક્યારે ચાલુ થશે - T20 World Cup માટે Team Indiaની સંભવિત Playing XI - ICC-Mans T20 world cup 2024 Indian Team australian Team Newzeland Team - south africa team announced



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us