• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Anupamaa ફેમ RUPALI GANGULYની રાજકારણમાં એન્ટ્રી, BJPમાં જોડાઈ કહ્યું, ‘મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ’

Anupamaa ફેમ RUPALI GANGULYની રાજકારણમાં એન્ટ્રી, BJPમાં જોડાઈ કહ્યું, ‘મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ’

02:13 PM May 01, 2024 admin Share on WhatsApp



Anupama fame actress Rupali Ganguly Joined BJP : નાના પડદાની ફેમસ ટીવી સીરિયલ (TV Serial Anupama) 'અનુપમા' દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી ગાંગુલીને ઈન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસ બનાવી દીધી છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી 'અનુપમા'ના રોલમાં છે, જે પોતાની એક્ટિંગ(Acting)ને કારણે ઘર-ઘરમાં જાણીતી છે. 2020માં કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને 'સૌથી વધુ જોવાયેલા' અને હવે દર્શકોનો 'સૌથી વધુ પ્રિય' શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશાં ચર્ચામાં રહે છે. જો કે આ સમયે તેના ચર્ચામાં આવવાનું કારણ અનુપમાની રાજનીતિમાં એન્ટ્રી છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ (Rupali Ganguly Joined BJP)ગઈ છે.

tv show Anupama fame actress Rupali Ganguly enter in politics joined bjp party At delhi - Rupali Ganguli Enter In Politics - Anupama Photos -  Anupama Personal Life - Star Plus Show  Anupama 

► રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં જોડાતા શું કહ્યું?

જો કે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, તે લોકસભા ચૂંટણી 2024 લડશે કે નહીં, પરંતુ તેણે ભાજપમાં જોડાઈને ચર્ચાનું બજાર ચોક્કસપણે ગરમ કરી દીધું છે. અભિનેત્રી રૂપાલીએ વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું છે.રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું છે. એક્ટ્રેસે આ તકે કહ્યું હતું કે, જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારાં આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ.

► રૂપાલી ગાંગુલીની કારકિર્દી

રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ 'સુકન્યા'માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદ એક્ટ્રેસ 'સંજીવની'માં જોવા મળી હતી. આ શોમાં કામ કરવા બદલ તેને ઈન્ડિયન ટેલિ એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી 'ભાભી', 'કહાની ઘર ઘર કી', 'બિગ બોસ 1' અને 'અદાલત' જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જો કે, આ પછી પણ રૂપાલી ગાંગુલીને એક શાનદાર શોની જરૂર હતી, જે તેને અનુપમા દ્વારા મળી.આ શોમાં કામ કરીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી, જેની તે રાહ જોઈ રહી હતી. આ શો પછી જ રૂપાલી ગાંગુલીનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસમાં સામેલ થઈ ગયું. આ શો વર્ષ 2020થી સતત ટીઆરપીમાં નંબર વન રહ્યો છે. આ શો માટે રૂપાલી ગાંગુલીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.રૂપાલી હાલમાં અનુપમા સિરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ગઈકાલે જ એક્ટ્રેસે મુંબઈમાં તેનો 47મો જન્મદિવસ ઊજવ્યો હતો.

► અનુપમા સિરિયલના નિર્માતાએ કહ્યું- 'રુપાલી મહેનતુ છે'

રૂપાલી પાર્ટીમાં જોડાયા બાદ દિવ્ય ભાસ્કરે શો 'અનુપમા'ના નિર્માતા રાજન શાહી સાથે વાત કરી હતી. તેણે કહ્યું- અમને તેના પર ગર્વ છે. તે ખૂબ જ મહેનતુ છે. અમને રાજકારણમાં મહિલાઓના સારા પ્રતિનિધિત્વની જરૂર છે. સ્મૃતિ ઈરાનીજી પણ આપણા બધા માટે એક પ્રેરણા છે. હું રૂપાલીને અભિનંદન પાઠવું છું.

► 7 વર્ષની ઉંમરે કરિયરની કરી શરૂઆત

રૂપાલી ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. એક્ટ્રેસે 7 વર્ષની ઉંમરે કરિયર શરૂ કરી હતી. પિતાની ફિલ્મ 'સાહેબ'માં પહેલો રોલ કર્યો હતો. પરંતુ રૂપાલીને 2003માં આવેલી સિરિયલ 'સંજીવની'થી ઓળખ મળી હતી. આ પછી એક્ટ્રેસે 'બિગ બોસ'ની સિઝન 1માં પણ ભાગ લીધો હતો. રૂપાલી 'સારાભાઈ VS સારાભાઈ' જેવા હિટ શોનો પણ ભાગ રહી ચૂકી છે. તેણે 2013માં સિરિયલ 'પરવરિશ' કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. આ પછી રૂપાલી 'અનુપમા' સાથે ટીવીની દુનિયામાં પાછી આવી.

► પીએમ મોદીની ફેન છે રૂપાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ફેન છે. તેણે આ વિશે ઘણી વખત વાત પણ કરી છે. થોડા સમય પહેલાં રૂપાલી પીએમ મોદીને પણ મળી હતી. રૂપાલીએ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં પોતાનો અનુભવ શેર કર્યો. રૂપાલીએ કહ્યું હતું કે, 'મારા માટે મારા વડાપ્રધાન એક સ્ટાર છે, જેમણે દેશને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે. આજે હું ગર્વથી કહી શકું છું કે હું મોદીજીના દેશની છું. તે મારા હીરો છે. જ્યારે મને 'વોકલ ફોર લોકલ' અભિયાનનો ભાગ બનવાની તક મળી ત્યારે હું ખૂબ જ રોમાંચિત થઇ હતી. મારા માટે એવી કોઈ વસ્તુ સાથે સંકળાયેલું હોવું બહુ મોટી વાત હતી જેમાં તે આટલો ઊંડો વિશ્વાસ ધરાવતી હતી, રૂપાલીએ કહ્યું હતું કે તેને આશા છે કે પીએમ મોદીએ તેનો શો જોયો હશે અને તેના વિશે સાંભળ્યું હશે. કારણ કે આ શો ગુજરાતમાં પ્રસારિત થાય છે અને અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. રૂપાલીએ વાતચીતમાં કહ્યું, 'ક્યારેક હું ચોક્કસપણે આવું વિચારું છું અને ઓછામાં ઓછી આશા રાખું છું કે તેમની પાસે 'અનુપમા' હશે'.


https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - tv show Anupama fame actress Rupali Ganguly enter in politics joined bjp party At delhi - Rupali Ganguli Enter In Politics - Anupama Photos -  Anupama Personal Life - Star Plus Show  Anupama 



#WATCH | Actress Rupali Ganguly joins BJP at the party headquarters in Delhi. pic.twitter.com/CjRafwFd3W

— ANI (@ANI) May 1, 2024

#WATCH | Actress Rupali Ganguly joins BJP at the party headquarters in Delhi

She says, "...When I see this 'Mahayagya' of development, I feel that I should also take part in this...I need your blessings and support so that whatever I do, I do it right and good...'' pic.twitter.com/x7pT7oq0xB

— ANI (@ANI) May 1, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us