• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ અને હિમવર્ષા, હિમાચલ અને મનાલીમાં 12 થી 15 ઈંચ જાડા બરફનો થર જામ્યો, અનેક વાહનો ફસાયાં..!

કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ અને હિમવર્ષા, હિમાચલ અને મનાલીમાં 12 થી 15 ઈંચ જાડા બરફનો થર જામ્યો, અનેક વાહનો ફસાયાં..!

07:52 AM April 30, 2024 admin Share on WhatsApp



Himachal And Kashmir Weather Update : દેશમાં મોટાભાગના રાજ્યોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં મોસમનો મિજાજ બદલાયો છે. જ્યાં લાહૌલ સ્પીતિના પહાડો પર એપ્રિલ મહિનામાં બરફવર્ષા થઈ છે. હિમાચલ પ્રદેશમાં તાજો બરફ પડતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરના સોનમર્ગના સરબલ વિસ્તારમાં એવલાન્ચ થયું છે. માછીલમાં ભારે હિમવર્ષાના કારણે છેલ્લા 24 કલાકમાં 12 થી 15 ઈંચ જાડા બરફનો થર જામ્યો છે. આગામી 8 કલાકમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને કરા પડવાની અને ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. શ્રીનગર પ્રશાસને લોકોને ઝેલમ નદી અને દાલ તળાવ અને અન્ય નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

► હિમાચલની નજીકના રાજ્યોમાં ભારે ગરમીની અસર

આ સાથે જ દેશમાં ભારે ગરમીની અસર યથાવત છે. હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં 3 દિવસ પછી તીવ્ર હીટવેવ આવશે. હીટવેવ એલર્ટ હેઠળના રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આ સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ ત્રણેય રાજ્યોમાં હીટવેવની સ્થિતિ નથી. સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હિમવર્ષા થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને કરા પડવાની અને ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.

કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ અને હિમવર્ષા - Himachal And Kashmir Weather Update - Snowfall At Manali kashmir and himachal - spiti velly

► ઓડિશા, પ.બંગાળમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

બીજી તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આજે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે. રવિવારે આંધ્રપ્રદેશના નંદ્યાલમાં સૌથી વધુ તાપમાન (45.2 ડિગ્રી) નોંધાયું હતું. આ સિવાય રાજધાની દિલ્હીમાં હાલ કોઈ હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી, પરંતુ અહીં ભારે ગરમીની અસર યથાવત રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હીમાં આજે તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. આગામી દિવસોમાં વધારો થવાની ધારણા છે.

► ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવથી રાહત મેળવવાનું કારણ

IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું- ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાનની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારત પર અફઘાનિસ્તાનથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 1 અઠવાડિયા સુધી હીટ વેવ રહેવાની શક્યતા ઓછી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Himachal And Kashmir Weather Update - himachal pradesh weather changed temperature reached minus orange alert for rain and snowfall At manali - spiti velly - kashmir cold



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us