• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • પતંજલીની ભ્રામક જાહેરાત બદલ સુપ્રિમ કોર્ટે બાબા રામદેવની કાઢી ઝાંટકણી - કહ્યું, દેશ સેવાના બહાના ન બનાવો, તમે બધી સીમાઓ ઓળંગી છે..!

પતંજલીની ભ્રામક જાહેરાત બદલ સુપ્રિમ કોર્ટે બાબા રામદેવની કાઢી ઝાંટકણી - કહ્યું, દેશ સેવાના બહાના ન બનાવો, તમે બધી સીમાઓ ઓળંગી છે..!

08:59 PM April 02, 2024 admin Share on WhatsApp



Latest News In Gujarati : બાબા રામદેવ (Baba Ramdev) આજે પતંજલિ ખોટી જાહેરાત કેસ (Fake Advertisment)માં સુનાવણી દરમિયાન હાજર થયા હતા. આ ઉપરાંત પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurved)ના એમડી આચાર્ય બાલકૃષ્‍ણ (Achary Balkrishan) પણ દેશની સર્વોચ્‍ચ અદાલત (Supreme Court)માં હાજર થયા હતા. અને કોર્ટે બંનેને સખત ઠપકો આપી કોર્ટને ગંભીરતાથી લેવા જણાવ્‍યું હતું. કાયદાનો મહિમા સર્વોપરી છે અને તમે બધી હદ વટાવી દીધી છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે બંનેને તિરસ્‍કારની નોટિસ પાઠવી હતી અને તેમને કોર્ટમાં હાજર થવા જણાવ્‍યું હતું. પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતોના મામલામાં દાખલ અરજી પર નવેમ્‍બર ૨૦૨૩થી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્‍ટિસ હિમા કોહલી અને જસ્‍ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કરી હતી. રામદેવ પર ટિપ્‍પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે ગમે તેટલા ઉંચા હો, શું તમે કાયદાથી ઉપર છો? કાયદાનો મહિમા સર્વોપરી છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્‍ણ પ્રેક્ષક ગેલેરીમાંથી આવ્‍યા અને કોર્ટની સામે ઊભા રહ્યા.

Supreme Court patanjali misleading ads Case Summons Baba Ramdev Acharya Balkrishna - News about Patanjali Ayurved, Supreme Court and Baba Ramdev - Latest Gujarati News - Gujju News Channel - Gujju Samachar - Taza Samachar - તાજા સમાચાર

► સુપ્રિમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર અને બાબા રામદેવની કાઢી ઝાંટકણી!

કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ પૂછ્‍યું કે કેન્‍દ્રની સલાહ બાદ શું પગલાં લેવામાં આવ્‍યા? સુપ્રીમ કોર્ટે રામદેવને એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી ૧૦ એપ્રિલે કરશે. બાલકૃષ્‍ણ અને રામદેવને આગામી સુનાવણીમાં હાજર થવું પડશે. પતંજલિ દ્વારા આપવામાં આવેલા જવાબથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ ન હતી અને કંપનીના વલણ પર નારાજગી વ્‍યક્‍ત કરી હતી. તમને જણાવી દઈએ કે રામદેવના વકીલે સુપ્રીમ કોર્ટમાં હાથ જોડીને માફી માંગી હતી. સુપ્રીમ કોર્ટની જસ્‍ટિસ હિમા કોહલીએ કહ્યું કે અમને નવાઈ લાગે છે કે આટલું બધું હોવા છતાં કેન્‍દ્ર સરકારે આંખો કેમ બંધ રાખી. સૌથી પહેલા કોર્ટે પૂછ્‍યું કે શું રામદેવ અને પતંજલિ બંને કોર્ટમાં આવ્‍યા હતા? આ પછી કોર્ટે કહ્યું કે જો હા, તો અમે તેમને જરૂર મુજબ બોલાવીશું. સુપ્રીમ કોર્ટે પૂછ્‍યું રામદેવનું એફિડેવિટ ક્‍યાં છે? કોર્ટે કહ્યું કે પતંજલિ અને બાલકૃષ્‍ણ વતી એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.

► દેશની સેવાનું બહાનું ન બનાવો, કોર્ટને ગંભીરતાથી લો: SC

કોર્ટે વધુમાં કહ્યું કે તેઓએ બે એફિડેવિટ દાખલ કરવા જોઈએ. પરંતુ માત્ર એક જ કરવામાં આવ્‍યું છે અને બીજું એફિડેવિટ દાખલ કરવામાં આવ્‍યું નથી. તિરસ્‍કારની નોટિસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અગાઉ કંપની અને એમડીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. જયારે જવાબ દાખલ કરવામાં આવ્‍યો ન હતો, ત્‍યારે તિરસ્‍કારની નોટિસ આપવામાં આવી હતી. બાલકૃષ્‍ણના વકીલને તેમનું એફિડેવિટ વાંચવા કહ્યું.આ પછી કોર્ટે ઠપકો આપતા કહ્યું કે તમારી માફી પૂરતી નથી. જયારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને પતંજલિની જાહેરાતો છપાઈ રહી હતી. સુપ્રીમ કોર્ટ-કોર્ટના આદેશોને હળવાશથી ન લઈ શકાય. દેશની સેવાનું બહાનું ન બનાવો, કોર્ટને ગંભીરતાથી લો.

► "કોર્ટનો તિરસ્કાર અને ખોટું એફિડેવિટ બનાવવા બદલ કેસ થશે"

સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્‍પણી કરી અને કહ્યું કે તમારા દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને પછી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્‍યું હતું. આ દેશની સૌથી મોટી અદાલતનું અપમાન છે અને હવે તમે માફી માગી રહ્યા છો. આ અમને સ્‍વીકાર્ય નથી. તમે કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું? કોર્ટમાં બાંયધરી આપ્‍યા પછી પણ તમે ઉલ્લંઘન કર્યું છે. તમે પરિણામો માટે તૈયાર થાઓ. કોર્ટે કહ્યું કે અમને હજુ સુધી એફિડેવિટ નથી મળ્‍યું કે જેના દ્વારા માફી કે અફસોસ વ્‍યક્‍ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્‍ણને ચેતવણી આપી છે કે તેઓ ખોટા સોગંદનામા દાખલ કરવા બદલ કોર્ટ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. સુપ્રીમ કોર્ટે એફિડેવિટમાં થયેલી ભૂલ તરફ ધ્‍યાન દોર્યું અને કહ્યું કે આ ખોટી જુબાનીનો કેસ છે. રામદેવના વકીલને કહ્યું કે તમે એફિડેવિટમાં સાચી હકીકતો નથી મૂકી. તિરસ્‍કાર ઉપરાંત ખોટી એફિડેવિટ આપવાનો કેસ પણ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Supreme Court patanjali misleading ads Case Summons Baba Ramdev Acharya Balkrishna - News about Patanjali Ayurved, Supreme Court and Baba Ramdev



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us