• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • લિકર પોલિસી કેસમાં આખરે દિલ્લીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, શું જેલમાંથી ચલાવશે સરકાર ?

લિકર પોલિસી કેસમાં આખરે દિલ્લીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, શું જેલમાંથી ચલાવશે સરકાર ?

11:00 PM March 21, 2024 admin Share on WhatsApp



Arvind Kejriwal Arrested By ED Updates : દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ ઈડીની ટીમ ગુરુવારે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાકની પૂછપરછ પછી ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. ગુરુવારે સીએમ કેજરીવાલ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે તેમને ધરપકડમાંથી રાહત આપવામાં આવે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ ઝટકા પછી આમ આદમી પાર્ટીને બીજો ફટકો પડ્યો છે. આ દરમિયાન કેજરીવાલની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જ્યાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. ધરપકડના સમાચાર પછી મોટી સંખ્યામાં આપના કાર્યકરો કેજરીવાલની ઘર બહાર પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ મામલે પંજાબના સીએમ ભગવંત માનએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ભાજપની રાજકીય ટીમ (ઇડી) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી. કારણ કે માત્ર આપ જ ભાજપને રોકી શકે છે.વિચારને ક્યારેય દબાવી શકાય નહીં.

Arvind Kejriwal Arrested By ED Updates - Delhi Politics News In Gujarati - Latest politics news - AAP Suprimo Arvind Kejriwal Arrested Supreme Wordict for liquor policy And excise policy - લોકસભાની ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલની ધરપકડ

કેજરીવાલની લિગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી

EDની ટીમ પહોંચતાંની સાથે જ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ટીમે આ કેસની તાકીદે લિસ્ટિંગની માગ કરી છે. આ પહેલાં બપોરે 2.30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. જોકે તે એકવાર પણ પૂછપરછ માટે ગયા ન હતા. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. EDને વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.

ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત: રાહુલ ગાંધી

આ મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ડરેલો તાનાશાહ એક મૃત લોકશાહી બનાવવા માંગે છે. મીડિયા સહિત તમામ સંસ્થાઓ પર કબજો કરવો, પાર્ટીઓને તોડવી, કંપનીઓ પાસેથી હપ્તા વસૂલી, મુખ્ય વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ ફ્રીઝ કરવું પણ અસુરી શક્તિ માટે ઓછું હતું, તો હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે. ઇન્ડિયા તેનો મુંહતોડ જવાબ આપશે.

અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે: આતિશી

AAP નેતા આતિશીએ કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. અમે હંમેશા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ દિલ્હીના સીએમ જ રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અમારા વકીલો સુપ્રીમ કોર્ટ પહોંચી રહ્યા છે. અમે આજે રાત્રે સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરીશું.

રાજીનામું આપશે નહીં: દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ 

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે બધા જાણે છે કે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું નથી. અત્યાર સુધીમાં 600 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી તેઓને દબાવવા માંગે છે. જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો પણ તે રાજીનામું આપશે નહીં.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Arvind Kejriwal Arrested By ED Updates - Delhi Politics News In Gujarati - Latest politics news - AAP Suprimo Arvind Kejriwal Arrested Supreme Wordict for liquor policy And excise policy



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us